• Gujarati News
  • મકાનમાં ચોરી કરનાર નણંદ અને દિયર વિરૂધ્ધ ગુનો દાખલ

મકાનમાં ચોરી કરનાર નણંદ અને દિયર વિરૂધ્ધ ગુનો દાખલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ |વલસાડ તાલુકાના ગુંદલાવ ગામમાં આવેલા આશા તળાવ ખાતે રહેતા સંગીતાબેન પતિ મનોજભાઈ સાથે રાબેતા મુજબ મકાન બંધ કરી નોકરી ઉપર ગયા હતા. સાંજે પરત ફર્યા ત્યારે તેમના ઘરનો આગળનો દરવાજો બંધ હતો. ઘરમાં પ્રવેશ કરી કબાટનું લોકર ખોલતા તેમાં મુકેલા રોકડા રૂા. 25000 અને રૂા.10,000ની સોનાની બે વીટી ચોરાઈ ગઈ હોવાનું જણાયું હતું. જે વીટીં સંગીતાબેનને પોતાની નણંદ અર્પણા સંદીપ પટેલ (રહે.તાપાવાડ, ગુંદલાવ)ના હાથમાં નજરે ચઢી હતી. ચોરીમાં તેમને દિયર મનીષ મહેશ પટેલે પણ મદદગારી કરી હોવાનું માલૂમ પડયું હતું. જેથી સંગીતાબેને પોતાના ઘરમાં થયેલી ચોરી મામલે પોતાની નણંદ અને દિયર વિરૂધ્ધ રૂરલ પોલીસ મથકે રવિવાર ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કર્યો છે.