તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વલસાડમાં લોકોના ટોળાંએ માથાભારે શખસને મોતને ઘાટ ઉતારી દીધો

વલસાડમાં લોકોના ટોળાંએ માથાભારે શખસને મોતને ઘાટ ઉતારી દીધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડશહેરના રાખોડીયા તળાવ ખાતે એક રિક્ષા ચાલકે મોટરસાયકલની સિગ્નલ લાઈટ તોડી નાંખતા તેની નુકશાનીના પૈસા માંગવાના મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલી બાદ માથાભારે રિક્ષા ચાલક પોતાની સાથે 10 જેટલા બુકાનીધારીઓને લઈ આવી નુકશાનીના પૈસા માંગનાર યુવાનના ઘરમાં ધસી જઈ મારઝુડ કરતા મોહલ્લાના લોકો પણ ઉશ્કેરાટમાં આવી ગયા હતા અને માથાભારેની છાપ ધરાવતા રિક્ષા ચાલક વિજય દલુને લાકડા અને પથ્થરો વડે માર મારી જીવથી પતાવી દીધો હતો. ઘટનાને પગલે સીટી પોલીસ મથકે લોકોનું ટોળું ધસી આવ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વલસાડના ભાગડાવડા ખાતે મહેતાબ સોસાયટી નજીક દેરા ફળિયામાં રહેતો અને માથાભારેની છાપ ધરાવતો રિક્ષા ચાલક વિજય દલુ પટેલ સાંજે 5 વાગ્યે રિક્ષા લઈ પરત ફર્યો હતો ત્યારે રાખોડીયા તળાવ પાસે રહેતા ચેતન કિશોર પટેલની સ્પેલેન્ડર બાઈક નં. 2097 સાથે રિક્ષા ટકરાતા સિગ્નલ લાઈટ તૂટી ગઈ હતી. જેથી નુકશાનીની પૈસાની માગણી કરતા મામલે બોલાચાલી થતા વિજય દલું માર મારવાની ધમકી આપી નીકળી ગયો હતો. બાદમાં રાત્રિના 10:30 કલાકે પોતાની સાથે ધોબીતળાવના 10 જેટલા બુકાનીધારીઓને તલવાર, હોકી અને બેઝબોલ સાથે લઈ ચેતનના ઘરમાં ધસી ગયાે હતાે. સમયે વિજય દલુ કહેતો હતો કે, હું અહીંનો દાદો છું, કોની હિંમત છે મારી પાસે પૈસા માંગવાની એમ કહી માર મારવાનું ચાલુ કર્યું હતુ. મારામારીમાં તલવારનાે એક ઘા સુરેશ ઉર્ફે મુન્ના કિશોર પટેલને પણ લાગી જતા બાદમાં આસપાસના સ્થાનિક લોકો પણ વિજય દલુની દાદાગીરી અને બહેન દીકરીઓની છેડતીના મુદ્દે ત્રાસી ગયા હોવાથી તેના હાથમાંથી તલવાર છીનવી લઈ તમામ લોકો વિજય દલુ ઉપર તુટી પડયા હતા. જેના હાથમાં જે વસ્તુ આવ્યું તેનાથી લોકોએ વિજય દલુને આક્રોશ પૂર્વક માર માર્યો હતો. તેને બચાવવા માટે પત્ની રીના અને પુત્ર યશ આવતા તેઓને પણ ઈજા પહોંચી હતી.

ગંભીર રીતે ઘવાયેલા વિજયને સારવારઅર્થે કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં તેની હાલત ગંભીર જણાતા સુરત ખસેડવામાં આવી રહ્યો હતો ત્યારે તેનું મોત નિપજયું હતું. જેથી લાશને પીએમ માટે વલસાડ સિવિલમાં લઈ જવામાં આવી હતી.

ઘટનાને પગલે પાલિકા સભ્ય રમેશ ડેની અને સોહેલ કાદરી તેમજ સ્થાનિક લોકોનું ટોળું સીટી પોલીસ મથકે ધસી આવ્યું હતું.

^આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી ફરાર થઈ ગયેલા અન્ય આરોપીઓની શોધખોળ આદરી છે. હાલમાં બે યુવાનોની પૂછપરછ ચાલી રહી છે. વિસ્તારમાં ઘર્ષણની સ્થિ