તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પ્રેમ લગ્ન કરનાર પરિણીતાનો શ્વાનના મુદ્દે આપઘાતનો પ્રયાસ

પ્રેમ લગ્ન કરનાર પરિણીતાનો શ્વાનના મુદ્દે આપઘાતનો પ્રયાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાથેભણતા હતા ત્યારથી વલસાડના ખેરગામ રોડ ઉપર આવેલા ઘડોઈ ફાટક પાસે રહેતા યુવક-યુવતીને પ્રેમ સંબંધ બંધાતા બંનેએ ઘર સંસાર માંડયો હતો,પરંતુ 24 વર્ષીય કમ્પ્યુટર એન્જિનીયર પરિણીતાએ અચાનક જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે પોલીસ તપાસમાં પરિણીતાએ આપઘાતનો પ્રયાસ પતિ સાથે શ્વાનની કાળજી લેવાના મુદ્દે થયેલી તકરારના કારણે કર્યો હોવાનું જણાવ્યું છે.

વલસાડના ખેરગામ રોડ ઉપર ઘડોઈ ફાટક પાસે રહેતા રિતેશ પટેલને અભ્યાસ કરતી વેળા સહાધ્યાયી મયુરી સાથે પ્રેમ સંબંધ બંધાતા બંનેએ લગ્ન કરી ઘર સંસાર માંડયો હતો. રિતેશ ગુંદલાવ ખાતે હીરાની કંપનીમાં નોકરી માટે જતો હતો.જયારે કમ્પ્યુટર એન્જિનીયર થયેલી પત્ની મયુરી દિવસ દરમિયાન ઘરમાં એકલવાયું જીવન જીવતી હતી. ખાલીપો દૂર કરવા માટે બે માસ અગાઉ પતિ-પત્નીને શ્વાન પાળવાનો શોખ જાગતા શ્વાન લાવ્યા હતા, પરંતુ શ્વાનની દેખરેખની મુદ્દે પતિ-પત્ની વચ્ચે રકઝક થતી હતી. શ્વાનને સ્નાન કરાવવાથી માંડીને તેની તમામ બાબતની કાળજી મયુરીએ લેવાની થતી હતી. બાબતે પતિ રિતેશ સાથે બોલાચાલી થતા મયુરીને ખોટું લાગી આવ્યું હતું. જેથી ફિનાઈલ ગટગટાવી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું નિવેદન પોલીસ સમક્ષ મયુરીઅે આપ્યું હતું.બનાવ અંગે હોસ્પિટલના મેડિકલ ઓફિસરે રૂરલ પોલીસ મથકે જાણ કરતા મયુરી અને રિતેશ વચ્ચેનો લગ્ન ગાળો ચાર વર્ષનો હોવાથી કેસની વધુ તપાસ એએસપી બલરામ મીના કરી રહ્યા છે.

ઘરસંસારમાં નાની નજીવી બાબતો કેટલીકવાર જીવલેણ સાબિત થતી હોય છે. સામાન્ય કહી શકાય તેવા મામલે પતિ કાં તો પત્ની આપઘાતનો પ્રયાસ કરતા હોય છે ત્યારે બાળકોની જિંદગી બગડી જાય છે.