તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં 61 દંપતીએ પ્રભૂતામાં પગલા પાડયા

સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં 61 દંપતીએ પ્રભૂતામાં પગલા પાડયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં 61 દંપતીએ પ્રભૂતામાં પગલા પાડયા

વલસાડના રેલ્વે જીમખાના મેદાન ખાતે રવિવારે શ્રી જલારામ માનવ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે 10મો સર્વ જ્ઞાિત સમૂહલગ્નોત્સવ ઉજવાયો હતો.જેમાં 61 દંપતીઓ લગ્નગ્રંથીથી જોડાયા હતા. તમામ દપંતીઓને ટ્રસ્ટ દ્વારા જીવનજરૂરી ચીજ વસ્તુઓના સેટ આપવામાં આવ્યા હતા. પ્રસંગે વિનુભાઇ કોટેચા, યશવંત કોટેચા, રાજુ શાહ(કેનેડા) ઉપરાંત દક્ષિણ ગુજરાત લોહાણા સમાજના આગેવાનો, ઉમિયા સોશ્યલ ગ્રુપના અશ્વિન ઠકકર વગેરે હાજર રહ્યા હતા.

સૈારાષ્ટ સમાજ અને ધરમપુરના અપના ઘરના દાતા મધુભાઇ કોટેચા વિશેષ હાજર રહ્યા હતા.ઉપરોકત ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી આદિવાસી વિસ્તારોમાં સમૂહલગ્નો,પાણીની સુવિધાઓ,શૈક્ષિણક સહાય,અનાથ બાળકોને સહાય સહિતની સેવાકિય પ્રવૃતિઓ કરી રહ્યંુ છે.