• Gujarati News
  • માય સ્ટેમ્પ ટિકિટથી લોકોનું સ્વપ્ન પૂરુ થયુ

માય સ્ટેમ્પ ટિકિટથી લોકોનું સ્વપ્ન પૂરુ થયુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માય સ્ટેમ્પ ટિકિટથી લોકોનું સ્વપ્ન પૂરુ થયુ

પોસ્ટ ખાતા દ્વારા તૈયાર કરાયેલી ટિકિટ.

પહેલા મહાનુભાવો કે પછી ખાસ પ્રસંગે િટકિટ બહાર પાડવામાં આવતી હતી

ફોટોને બગડતો અટકાવવા ફોટો પર સ્ટેમ્પ મરાશે નહી

રીતે માય સ્ટેમ્પ મેળવી શકશો

પેન્ડીંગ ઓર્ડરનો નિકાલ માટે નવા મશીનની દરખાસ્ત

વલસાડ હેડપોસ્ટમાં અગાઉ સુરતથી માય સ્ટેમ્પ બહાર પાડતું મશીન લાવવામાં આવ્યું હતું. બાદમાં સુરતમાં મશીનની જરૂર પડતા સુરત પોસ્ટ ખાતાએ મશીન પરત મંગાવી લીધુ છે. હાલમાં માય સ્ટેમ્પ ટિકિટ મશીનના કારણે રૂા.15,000 ની સ્ટેમ્પ િટકિટનો ઓર્ડર પેન્ડીંગ છે.

માય સ્ટેમ્પમેળવવા માટે વલસાડ હેડ પોસ્ટ ઓફિસમાં કોઈ પણ એક આઈડી પ્રુફ અને એક ફોટો આપવાનો રહેશે. જો ફોટો હોય તો પોસ્ટ ખાતું વેબ કેમેરા દ્વારા સ્થળ ઉપર ફોટો પાડી લેશે. અા સાથે રૂા. 300 આપવાના રહેશે. જે આપ્યેથી 12 માય સ્ટેમ્પ િટકિટ મળશે. જેની વેલીડીટી આજીવન સુધી રહેશે.

અંગે વલસાડ હેડ પોસ્ટ ઓફિસના ઓએસડીઓ એસ.આર.પરમારે જણાવ્યું કે, પહેલા મહાનુભાવો તેમજ ખાસ પ્રસંગોએ નવી િટકિટો બહાર પડતી હતી. પરંતુ હવે સ્વપ્ન પૂરુ થઈ શકે છે. માય સ્ટેમ્પ દ્વારા તમે તમારા ખાસ વ્યકિતઓને પોતાની ટિકિટવાળી ટપાલ કે ગ્રીટીંગ્સ કાર્ડ મોકલી શકો છો. જેને પગલે સામેની વ્યકિત પણ આશ્ચર્ય ચકિત થઈ જાય છે. લગ્નની કંકોત્રી પર યુગલની ટિકિટ લગાવવામાં આવી હોય તો તે પ્રસંગ યાદગાર બની જાય છે.

વલસાડ હેડપોસ્ટ ઓફિસના સિનિયર સુપ્રિટેન્ડન્ટ સંજયભાઈ અખાડેએ જણાવ્યું કે, ટપાલ કે કાર્ડ પર અન્ય જે ટિકિટો લગાવવામાં આવે છે તેના પર પોસ્ટ ખાતા દ્વારા સ્ટેમ્પ મારવામાં આવે છે. માય સ્ટેમ્પમાં પોસ્ટ ખાતું ખાતરી આપી છે કે, જે કોઈ પણ વ્યકિતનો ફોટો હોય તો તે ફોટો ઉપર પોસ્ટ ખાતા દ્વારા સ્ટેમ્પ મારવામાં આવશે નહી, જેથી ફોટો બગડતો નથી. પ્રકારની માય સ્ટેમ્પને લોકો યાદગીરી તરીકે ફોટો ફ્રેમિંગ પણ કરાવી રહ્યા છે.

{વલસાડ હેડ પોસ્ટ ઓફિસમાં માય સ્ટેમ્પ ને ભારે પ્રતિસાદ

{20 દિવસમાં રૂા.18,000 િટકિટનું વેચાણ, જયારે રૂા.15,000નો ઓર્ડર પેન્ડીંગ

જિજ્ઞેશ સોલંકી. વલસાડ

દરેકવ્યકિતને એવી ઈચ્છા હોય છે કે, દેશના મહાનુભાવોની જેમ પોતાની પણ સ્ટેમ્પ ટિકિટ બહાર પાડવામાં આવે. પહેલા ઈચ્છા માત્ર ઈચ્છા રહી જતી હતી. પરંતુ હવે મોર્ડન જમાનાની સાથે પોસ્ટ ખાતાએ પણ ગ્રાહકોને આકર્ષવા માટે સ્ટેમ્પ ટિકિટ પર મહાનુભવને બદલે કોઈ પણ વ્યકિત તે બાળક હો