• Gujarati News
  • ધરમપુર |જલારામ સોશ્યલગૃપ ધરમપુરના ઉપક્રમે લોહાણા જ્ઞાતિના 14 જેટલા બાળકોને

ધરમપુર |જલારામ સોશ્યલગૃપ ધરમપુરના ઉપક્રમે લોહાણા જ્ઞાતિના 14 જેટલા બાળકોને

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર |જલારામ સોશ્યલગૃપ ધરમપુરના ઉપક્રમે લોહાણા જ્ઞાતિના 14 જેટલા બાળકોને સમૂહમાં યજ્ઞોપવિત સંસ્કાર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. સવારે 11:15 કલાકે યજ્ઞોપવિત સંસ્કાર, 11:30 કલાકે કાશીયાત્રા, 11:45 કલાકે દાતાઓનો સત્કાર સમારોહ જેવા વિવિધ કાર્યક્રમોમાં ધરમપુર, વલસાડ, સુરત, લગ્ન, યુ.કે.થી ગણમાન્ય અતિથિઓ પર્ધાયા હતા. કાર્યક્રમમાં ભાગવતાચાર્ય શરદભાઇ વ્યાસ, ભરતભાઇ વ્યાસ, આશિષ વ્યાસ, બટુકભાઇ વ્યાસ, શિવજી મહારાજ, કપિલ સ્વામી, હરીવલ્લભ સ્વામી, વિજ્ઞાન સ્વામી જેવા સંતોઓ પધારી આર્શિવચન પ્રવચનો આપ્યા હતાં.યજ્ઞોપવિત ધારણ કરનારાઓમાં મિતેશ રાચા, યશ બુદ્ધદેવ, રાજ રાયચા, કશ્યપ મીરાણી, જયબુદ્ધદેવ, સ્મિત ખખ્ખર, શુભમ મીરાણી, સ્મિત બુદ્ધદેવ, યતિન રાંચ, પ્રિતક્કડ, સ્નેહ રાયચા, યશરાયચુરા, દેવ રાયચુરા, મીહીર રાંચ મુખ્યત્વે હતા. સમગ્ર કાર્યક્રમને સફળતા પૂર્વક પાર પાડવા રમેશભાઇ રાચા, પ્રજ્ઞાબેન રાજા, ભાવેશ રાય, શૈલેષભાઇએ ભારે જહેમત ઉઠાવી હતી.

ધરમપુરમાં યજ્ઞોપવિત સંસ્કાર