• Gujarati News
  • િદવાળી વેકેશનમાં પણ આરોગ્ય તંત્રને દોડતુ રાખવા આયોજન

િદવાળી વેકેશનમાં પણ આરોગ્ય તંત્રને દોડતુ રાખવા આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
> આરોગ્યલક્ષી સેવાઓ 24 કલાક પુરી પાડવા કન્ટીવાઇઝસી પ્લાન બનાવાયો

> જિલ્લાની 41 પીએચસીના તબીબોને પત્ર લખી વિશેષ જવાબદારી સોપાઇ

ભાસ્કરન્યૂઝ.વલસાડ

દિપાવલીપર્વને અનુલક્ષીને શરૂ થયેલા વેકેશન સહિતની રજાઓના પગલે આરોગ્ય ‌િવભાગે લોકોના આરોગ્યનું ધ્યાન રાખવા કન્ટીવાઇઝન્સી પ્લાન બનાવ્યો છે.જેમાં રોગચાળો,મોટી દુર્ઘટનાઓ કે રોગચાળાની પરિસ્થિતિમાં તાત્કાલીક આરોગ્યલક્ષી સેવાઓ લોકોને મળી રહે તે માંટે તબીબોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. તહેવારો અને વેકેશન દરમિયાન લોકોને આરોગ્યલક્ષી સેવાઓમાં કોઇ સમસ્યાઓ પડે તેને ધ્યાનમાં રાખી જિલ્લાના સીડીએચઓએ કન્ટીવાઇજન્સી પ્લાન બનાવ્યો છે.જેમાં જિલ્લાના 41 પીએચસીના તબીબોને પત્ર લખી આદેશ કરાયો છે.કે કોઇપણ સંજોગોમાં પીએચસીમાં તબીબની હાજરી અનિવાર્ય બને છે.જો પીએચસી છોડવાની જરૂરિયાત ઉભી થાય તો જિલ્લા આરોગ્ય અધિકારી ઉપરાંત નજીકના પીએચસીના તબીબને જાણ કરી તેને ચાર્જ સોંપાવો રહેશે. સીએચસી સેન્ટરો અને રેફરલ હોસ્પીટલોમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પીટલમાં તબીબની હાજરીને અનિવાર્ય બનાવી દેવામાં આવી છે. જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પીટલ ખાતે પણ તબીબોને રોટેશન મુજબ નિયમીત ફરજ બજાવવા જાણ કરવામાં આવી છે.



સિવિલમાં વેકેશનને બે ભાગમાં વહેંચ્યું

વેકેશન દરમિયાન તબીબી સેવાને અસર પહોંચે તેને અનુલક્ષીને વેકેશનને બે ભાગમાં વહેચી નાંખવામાં આવ્યુ છે.જેમાં 15-15 દિવસના બે ભાગ પાડવામાં આવ્યા છે.પ્રથમ ભાગમાં તબીબો રજા પર જશે,જયારે તેઓ રજા પરથી આવ્યા બાદ એક કોમન દિવસ રખાશે. જેમાં રજા પરથી આવનાર તબીબોને રજા પર જતા બીજા ભાગના તબીબોને ચાર્જ સોંપી દેશે. > ડો.આર.એમ.જીતીયા, અિધક્ષક,િસવિલ હોિસ્પટલ