• Gujarati News
  • સગીરા સાથે બીજા લગ્ન કરવા જતાં પતિને પત્નીએ અટકાવ્યો

સગીરા સાથે બીજા લગ્ન કરવા જતાં પતિને પત્નીએ અટકાવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના પારનેરા ગામમાં રહેતા બે સંતાનના પિતા એવા બ્રાહ્મણ યુવાનની પત્ની ચાર માસ અગાઉ પીયર ચાલી જતા પતિ બીનવાડાની ૧૭ વર્ષીય સગીરા સાથે પ્રેમમાં પડયો હતો. પત્ની ઘરે રહેતી ન હોવાથી આ યુવાને હળપતિ સમાજની સગીરા સાથે લગ્ન કરવાનો નિર્ણય લઇ શુક્રવારે સાંજે ચૂપચાપ રવાના થયો હતો. જે અંગેની જાણ વેલપરવામાં મામાના ઘરે રહેતી પત્નીને થતાં તેણે જિલ્લા બાળ સુર ાા અધિકારીને પોતાનો પતિ બાળ લગ્ન કરી રાો હોવાની ફરિયાદ કરી રહી હતી. જેના આધારે બાળ સુર ાા અધિકારીએ રૂરલ પોલીસના જમાદાર બાબુભાઇ નગીન સાથે બીનવાડા ગામમાં રેડ પાડી બાળ લગ્નને અટકાવ્યા હતા. બાદમાં મામલો રૂરલ પોલીસ મથકે પહોંચતા પ્રથમ પત્નીએ પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાનો ઇન્કાર કરતા કોઇ જ કાર્યવાહી થઇ ન હતી. આ અંગે પીએસઆઇ ચંદ્રસિંહ પરમારે જણાવ્યું કે, આ બનાવમાં લગ્ન ન થયા હોવાથી દ્વિપત્નીત્વનો ગુનો બનતો નથી. આ સિવાય બાળ લગ્નનો ગુનો પણ બનતો ન હોવાથી આ મામલે કોઇ કાર્યવાહી કરવાની બનતી હતી.