• Gujarati News
  • ભાસ્કર ન્યુઝ,ડુંગરી

ભાસ્કર ન્યુઝ,ડુંગરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ,ડુંગરી

સામાન્યરીતે ગામ્ય વિસ્તારોમાં સરકારી કોન્ટ્રાક્ટ મેળવતી એજન્સીઓ માત્ર નફો મેળવવાનો આશય રાખતી હોય છે.ત્યારે વલસાડ તાલકાનાં ડુંગરી નજીકના સોનવાડા ગામ ખાતે ખાનગી એજન્સી દ્વારા તળાવના ખોદકામના કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો છે.એજન્સીએ પોતાનું કામ કાજ શરૂ કરવાની સાથે ગ્રામના વિકાસ માટે ગ્રામપંચાયતને રૂ.5 લાખ લોક ફાળોનું અનુદાન આપ્યુ છે.જેના પગલે હવે ગામમા પ્રવતી સમસ્યાઓ દુર થશે.

સોનવાડા તળાવની માટી ખોદાણ કરનાર એજન્સીના સંચાલક તેજશ સંઘવીએ દિવ્યભાસ્કરને જણાવ્યુ કે ગ્રામપંચાયતને વિકાસના કામો માટે રૂ.5 લાખનું આપેલુ દાન એજન્સીનો એક સામાજીક જવાબદારીનો એક ભાગ છે. ત્યારે તેમણે વધુમા જણાવ્યુ કે સોનવાડા ગામ ખાતે નાની મોટી સમસ્યાને દુર કરવા માટે અમારી એજન્સી દ્વારા કોઇ પણ કામ ગીરી માટે ગ્રામપંચાયતને સહયોગ પુરો પાડે છે.