• Gujarati News
  • ટ્રક ચાલકને ફટકારનાર ત્રણને એક વર્ષની કેદ

ટ્રક ચાલકને ફટકારનાર ત્રણને એક વર્ષની કેદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: ગુંદલાવહાઈવે ઉપરથી તા. 6 ઓકટોબર 2013ના રોજ ટ્રકના ચાલક મણીરામ બંધુરામ ટ્રક હંકારી જઈ રહ્યો હતો ત્યારે શેરે પંજાબ હોટલ પાસે એકટીવા મોપેડ ઉપર ટ્રીપલ સીટ સવાર જીગર ઉમેશ પટેલ (વલસાડ), હેમંત રણજીત નાયકા (વલસાડ) અને કૃણાલ રમેશ પટેલ (વલસાડ) ઓવરટેક કરી ટ્રકને અટકાવી ચાલકને બહાર ખેંચી જીગર ઉમેશ પટેલે પોતે પહેરેલો બેલ્ટ કાઢી ચાલક મણીરામને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. જયારે તેના બે મિત્રોએ પણ ક્રુરતાપૂર્વક માર મારી માથાના ભાગે ઈજા પહોંચાડી હતી. કેસની સુનાવણી વલસાડની કોર્ટમાં હાથ ધરાઇ હતી. ધરાતા જયુડીશ્યલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ ડી.વી.સાવલિયાએ ત્રણેય આરોપીઓને એક વર્ષની સખત કેદની સજા અને રૂા.1000નો દંડ ફટકાર્યો હતો.