• Gujarati News
  • વલસાડમાં દિપાવલી પર્વનો માહોલ જામ્યો

વલસાડમાં દિપાવલી પર્વનો માહોલ જામ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇના રેડીમેઇડ કપડાના વેપારીઓએ રવિવારે વલસાડમાં ધામા નાંખ્યા

ભાસ્કરન્યૂઝ.વલસાડ

પ્રકાશનુંપર્વ દિપાવલીના પર્વને આડે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે, ત્યંારે વલસાડના બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોના ચાંદી,ઇલેકટ્રીક,ઓટોમોબાઇલ્સ અને રેડીમેઇડ ગારમેન્ટમાં ઘીમ ખરીદી જોવા મળી રહી છે.વલસાડ જિલ્લાની મહત્તમ ખાનગી કંપનીઓ અને ઓૈદ્યોગીક ગૃહોએ શનીવારે કામદારોને બોનસ આપતા રવિવારે ભારે ભીડ જોવા મળી હતી.તો બીજી તરફ દિપાવલી પર્વને અનુલક્ષીને વિવધ શો-રૂમો અને દુકાનદારો ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે.તો બીજી તરફ પર્વને અનુલક્ષીને મંુબઇથી આવતા રેડીમેઇડ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓએ પણ વલસાડ શહેરમાં ધામો નાખ્યો હતો.જેમાં રૂ.100ના શર્ટથી લઇ રૂ.200 ની કિમંતની પેન્ટ મળી જતી હોય સામાન્ય વર્ગના લોકોએ મોટા પ્રમાણમાં અહી ખરીદી કરતા જોવા મળ્યા હતા.

વેપારીઓમાં આઈટીનો ભય, ટ્રાફિક જામ

હવે બજારમાં દિવડાઓ પણ ચાઇનીઝના જોવા મળે છે

રોશનીનાપર્વદિપાવલીમાં ઘરોને રોશનીથી ઝગમગાવવા સૌથી વધુ ડિમા્ન્ડ ધરાવતા ઇલેકટ્રીક ગુડસમાં હવે ચાઇનીજ વસ્તુઓએ કબજો જમાવ્યો છે.જે ભારતીય પ્રોડકટસની સરખામણીએ 30થી50 ટકા જેટલી સસ્તી હોય ગ્રાહકોની પ્રથમ પસંદગી બની રહી છે.જોકે તેનાની બ્રાન્ડેડ વસ્તુઓના વેપારીઓને મોટુ નુકશાન પણ જઇ રહ્ુ હોવાનું તેમણે જણાવ્યુ હતુ.હાલે ચાઇનીજ ગોળાઓ,ઝગમગતી લાઇટીંગ,ઇલેકટ્રીક દિવડાઓની સાથે ઘરોની બહાર લગાવાતા ચાઇનીજ ઝુમ્મરોની પણ મોટી માંગ થઇ રહી છે.

ફટાકડા બજારમાં ગોઠવાયેલા અવનવી રેંજના ફટાકડા

હાલે દિપાવલીપર્વને લઇ વલસાડના બજારોમા ભારે ભીડ જોવા મળી રહી છે.તો બીજી તરફ જિલ્લાના વિિવધ વિસ્તારોમાંથી ખરીદી માટે આવતા ગ્રાહકો પોતાના વાહનો સ્ટેડિયમ રોડ, બાુ ચણાવાળાની સામે, અમિત હોસ્પીટલ, આઝાદ ચોક પાસે, સ્ટેશન રોડ પર,કલ્યાણ બાગ નજીક પાર્ક કરીને જતા હોય ટ્ાફિકની સમસ્યા ઉભી થઇ રહી હોવા છતા પોલીસ નજરે ચઢતા ટ્રાફિક સમસ્યા ંગભીર બની રહી છે.સાથે ટ્રાફિકને નડતરપૂપ વાહનો લઇ જતી વાન પણ ફોર વ્હીલર વાહનો સામે પગલા લેતા બાઇક ચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

પર્વ દરમિયાનઆઇટી વિભાગે શરૂ કરેલી કામગીરીના પગલે બજારમાં ડરનો માહોલ પણ જોવા મલી રહ્યો છે.િદવાળીમા િરયલ એસ્ટેટ િબઝનેસની આશા રાખીને બેઠેલા બિલ્ડરો અને મોટા ગજાના વેપારીઓ પોતાની ઓફીસો બંધ રાખી રહ્યા છે.

CMYK