• Gujarati News
  • રેલવેના ૧૪ એન્જિનીયરોની અચાનક બદલી થતા હંગામો

રેલવેના ૧૪ એન્જિનીયરોની અચાનક બદલી થતા હંગામો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ રેલવે લોકોશેડના ૧૪ સિનિયર સેકશન એન્જિનીયરની તેમના ઉપરી અધિકારી સિનિયર ડીઈઈ (ટીઆરએસ)એ મનસ્વી રીતે સાગમટે બદલીના હુકમ કરી દેતા એન્જિનીયરોમાં રોષ ફેલાયો હતો. આ મામલો વેસ્ર્ટન રેલવે મઝદૂર સંઘના હોદ્દેદારોએ સિનિયર ડીઈઈના કેબીનમાં પહોંચી જઈ ગેરકાનૂની રીતે એન્જિનીયરોની બદલી કરવામાં આવી હોવાનો આ ોપ કરી બદલીના હુકમ રોકવામાં ન આવે તો કામ કાજ બંધ કરી દેવાની ચીમકી ઉરચારતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
અસંતૃષ્ટ એન્જિનીયરોએ આ મામલે વેસ્ર્ટન રેલવે મઝદૂર સંઘને રજૂઆત કરતા સંઘના હોદ્દેદારો અમિત મિશ્રા, મકબૂલ મલેક અને રાજીવ શર્મા સિનિયર ડીઈઈ સંજીવ મહેતાની કેબીનમાં ધસી ગયા હતા. મઝદૂર સંઘના આસિસ્ટન્ટ ડિવિઝનલ સેક્રેટરી અમિત મિશ્રાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલમાં જે એન્જિનીયરો (સુપરવાઈઝરો) ની બદલીના હુકમ કરાયા છે તે મનઘડત છે. જેનાથી કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. આ ૧૪ કર્મચારીઓ પૈકી ૬ કર્મચારીઓને તો અહી નોકરી કરતા થયાને એક વર્ષનો સમયગાળો પણ પૂર્ણ થયો નથી. જો આ બદલીના હુકમ રદ્દ કરવામાં ન આવે તો તમામ કર્મચારીઓથી માંડીને અધિકારીઓ કામગીરી બંધ કરી દઈ વિરોધ નોંધાવશે. આ બાબતની જાણ ચર્ચગેટ સ્થિત ચીફ ઈલેકટ્રીક એન્જિનીયરને પણ કરવામાં આવશે. મઝદૂર સંઘના હોદ્દેદારોએ કરેલા હંગામાને પગલે કર્મચારીઓના બદલીના હુકમ પર હાલ પૂરતો સ્ટે મુકવામાં આવ્યો હોવાનું સંઘના સેક્રેટરી મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું.
કર્મચારીઓને અસંતોષ થતા તેઓની રજૂઆતો સાંભળી
જે સુપરવાઈઝરોની મુદ્ત પૂરી થઈ હતી. તેઓની જ બદલી કરવામાં આવી હતી. જો કે તેમ છતાં કેટલાક કર્મચારીઓને અસંતોષ થતા તેઓએ રજૂઆત કરી હતી જેથી તેઓની રજૂઆત સાંભળી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે. સંજીવ મહેતા, સિનિયર ડીઈઈ, વલસાડ રેલવે
મેં જો બોલુંગા વહી હોંગા
વલસાડ રેલવે લોકોશેડના સિનિયર ડીઈઈ સંજીવ મહેતાએ મનસ્વી રીતે બદલી કરી હોવાની ઘટનામાં એક સુપરવાઈઝરે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, કેટલાક સુપરવાઈઝરો ૨૦ વર્ષથી એક જ સેકશનમાં કામ કરી રાા હોવા છતાં તેઓની બદલી થતી નથી અને જે સુપરવાઈઝરોને માંડ એક વર્ષ પણ થયું નથી તેવા કર્મચારીઓને તેમની જાણ બહાર મનસ્વી રીતે બદલી કરી દીધી છે. જે મામલે અસંતૃષ્ટો રજૂઆત કરવા ગયા તો સંજીવ મહેતાએ એવો જવાબ આપ્યો કે, મેં જો બોલુંગા વહી હોગા, જો કોઈ વિરોધ કરેગા તો ઉસકા કોન્ફીડેન્શીયલ રિપોર્ટ બિગાડ દૂંગા એવી ધમકી