• Gujarati News
  • વલસાડમાં ઠંડીનો પારો ગગડીને 15.05 ડિગ્રી પહોંચ્યો

વલસાડમાં ઠંડીનો પારો ગગડીને 15.05 ડિગ્રી પહોંચ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડમાંછેલ્લા પાંચ િદવસથી ઠંડીનો પારો નીચે ઉતરી રહ્યો છે. બુધવારે લઘુત્તમ તાપમાન એક િડગ્રી ઘટીને 15.05 િડગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેને લઇ રાત્રિથી સવાર સુધી ઠંડીનો માહોલ રહ્યો હતો. જ્યારે મહત્તમ તાપમાનનો પારો પણ ઘટી રહ્યો છે.

કાશ્મીરમાં બરફવર્ષા અને ઉત્તર ભારતમાં ઠંડીનાં વાયરાની અસર હવે ગુજરાતનાં િવવિધ ભાગોમાં થઇ રહી છે. મંગળવારે મહત્તમ તાપમાન 34.05 િડગ્રી નોંધાયા બાદ બુધવારે તેમાં દોઢ ડિગ્રીનો ઘટાડો થઇને 33 િડગ્રી નોંધાતાં િદવસ દરમિયાન ગરમાટો ઓછો થઇ ગયો હતો. જેને લઇ ચાલુ સપ્તાહ દરમિયાન 34 ડિગ્રી સુધી થયેલાં તાપમાનથી સર્જાયેલા ગરમાટાથી લોકોએ રાહત મેળવી હતી. લઘુત્તમ તાપમાન છેલ્લા ચાર પાંચ દિવસથી ઘટાનો સિલસિલો ચાલૂ રહ્યો છે. પાંચ દિવસ પહેલાં લઘુત્તમ તાપમાન 20 િડગ્રી નોંધાયા બાદ તેમા પ્રતિ દિવસ અડધી ડિગ્રીનાં સતત ઘટાડો થઇ રહ્યો છે. બુધવારે ઠંડીનો પારો 15.05 િડગ્રી સેલ્સિયસ સુધી નીચો આવી જતાં ઠંડક પ્રસરી ગઇ હતી.

ખાસ કરીને રાત્રિથી સવાર સુધી િશયાળાની ઋતુની અનુભૂતિ હવે લોકોને થઇ હતી. મહત્તમ તાપમાન પણ દોઢ ડિગ્રી ઘટીને 33 િડગ્રી થઇ જતાં િદવસે પણ ગરમી ઓછી થઇ ગઇ હતી.

સાથે હવામાં ભેજનું પ્રમાણ 61 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 2 થી 4 િક.મી. રહી હતી.