• Gujarati News
  • ગરીબ વિદ્યાર્થીઓને મફત ટેબ્લેટ

ગરીબ વિદ્યાર્થીઓને મફત ટેબ્લેટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકાર દ્વારા જુદી જુદી યોજનાઓની હેઠળ જરૂરિયાતમંદ સામજિક રીતે પછાત વિદ્યાર્થીઓને વિવિધ સહાય અને સ્કૉલરશીપને કારણે ઉચ્ચ અભ્યાસ કરવાની પ્રેરણા મળતી હોય છે. આવી એક યોજનાના ભાગરૂપે હવે ધોરણ-૧રમાં ૭૦ થી વધુ ટકાવારી ધરાવતા આદિજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ટેબ્લેટ આપવાની યોજના જાહેર કરવામાં આવી છે.

જિલ્લાના આદિજાતિના વિદ્યાર્થીઓ નબળી આર્થિ‌ક સ્થિતિને કારણે શિક્ષણથી વંચિત રહે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ તરફ વળે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.