• Gujarati News
  • વલસાડમાં DRMએ શૌચાલયનું નિરીક્ષણ કર્યું

વલસાડમાં DRMએ શૌચાલયનું નિરીક્ષણ કર્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ શૌચાલ્યો ઉપર વિશેષ ભાર મુકતા વલસાડ રેલવે સ્ટેશનના શૌચાલ્યો અને રેલવે ટ્રેક ઉપર ગંદકીની ચકાસણી કરવા માટે રેલવેના ડીઆરએમ શૈલેન્દ્રકુમાર વલસાડ સ્ટેશને આવી પહોંચ્યા હતા. જેમણે વેઈટીંગ રૂમમાં પંખા અને ટોઈલેટમાં સફાઈના મુદ્દે સ્થાનિક અધિકારીઓને તતડાવ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અને શૌચાલ્યો ઉપર વિશેષ ભાર મુકતા ઠેર ઠેર સ્વચ્છતાને આવકાર મળી રહ્યો છે. જેના ભાગરૂપે રેલવે સ્ટેશનો ઉપર પણ સ્વચ્છતા જળવાઈ તે માટે રેલવે બોર્ડ દ્વારા સૂચનાઆે આપવામાં આવી હતી. જે અનુસંધાને સ્ટેશનો ઉપર સાફ સફાઈ થાય છે કે કેમ તેની ચકાસણી કરવા માટે પશ્ચિમ રેલવેના ડીઆરએમ શૈલેન્દ્ર કુમાર સુરત, ઉધના અને નવસારી રેલવે સ્ટેશનની વિઝીટ લઈ સ્પેશિયલ ટ્રેનમાં વલસાડ સ્ટેશને આવી પહોંચ્યા હતા. જેને પગલે અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ડીઆરએમની સાથે એઆરએમ એ.કે.અય્યર અને ,સ્ટેશન સુપ્રિટેન્ડન્ટ બી.એલ.ભેરવા અને અન્ય અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. દોઢ કલાક સુધી ડીઆરએમ વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર વેઈટીંગ રૂમ, એસી વેઈટીંગ રૂમ, પાર્સલ ઓફિસની પાછળ આવેલા જાહેર શૌચાલ્ય, ગાર્ડ રનિંગ રૂમ, કંટ્રોલ ઓફિસ અને આરપીએફ મથકનું નિરિક્ષણ કરી શૌચાલ્યોની સાફ સફાઈના મુદ્દે સૂચનાઓ આપી હતી. સિવાય વેઈટીંગ રૂમમાં પંખાઓ ચાલતા હોવાનું ધ્યાને આવતા અધિકારીઓને તતડાવી નાંખ્યા હતા.