• Gujarati News
  • નવસારીમાં 51 ચોરી કરનાર પરે ગેંગ પકડાઈ

નવસારીમાં 51 ચોરી કરનાર પરે ગેંગ પકડાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે ચોરો પાસેથી 3.15,170 નો મુદ્દામાલ તથા ચોરીના સાધનો જપ્ત કર્યા છે.

ભાસ્કરન્યૂઝ. નવસારી

રાજ્યનાત્રણ જિલ્લાઓમાં અંદાજિત 74 જેટલી ઘરફોડ ચોરી કરીને હાહાકાર મચાવનાર પરે ગેંગના ત્રણ સાગરિતોને નવસારી એલસીબીની ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે ત્રણેયની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક વખતથી ઘરફોડ તથા વાહનચોરીના બનાવો વધી રહ્યા છે. ગુનાઓને રોકવા તથા મિલકતસંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસવડાએ જિલ્લા પોલીસને સૂચના આપતા ડીવાયએસપી વી.જે.જાડેજાએ બાબતને ગંભીરતાથી લઈને એલસીબી પીઆઈ એન.પી.ગોહિલને સૂચના આપી હતી. એલસીબી પીઆઈ ગોહિલની ટીમે મિલકત સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવા પ્રયત્ન શરૂ કર્યા હતા.

દરમિયાન છેલ્લા કેટલાક વખતથી નવસારી, વલસાડ અને વડોદરા જિલ્લામાં અગાઉ પકડાયેલા પરે ગેંગના માણસોની છેલ્લા કેટલાક વખતથી નવસારી શહેરમાં હાજરી જણાઈ રહી હોવાની માહિતી એલસીબી જમાદાર જગદીશભાઈ તથા પો.કોન્સ્ટેબલ કલ્યાણભાઈને મળતા તે બાબતે તેમણે વોચ ગોઠવી હતી. બાદમાં ત્રણ દિવસથી પરે ગેંગના સાગરિતોની હાજરી બાબતે ચોક્કસ વિગતો મળતા રાત્રે પ્રકાશ ટોકીઝ બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં તેઓ સુતા હતા ત્યારે તેમને ઝડપી લીધા હતા.

પોલીસને તેમની પાસેથી રૂ. 3,15,170નો મુદ્દામાલ મળી આવતા તથા ચોરીના સાધનો મળતા ત્રણેયની ધરપકડ કરી હતી.