• Gujarati News
  • વલસાડપાિલકા હદ િવસ્તારોમાં નવા બાંધકામોનાં સ્થળોએ પાિલકાની પરવાનગી સહિતની

વલસાડપાિલકા હદ િવસ્તારોમાં નવા બાંધકામોનાં સ્થળોએ પાિલકાની પરવાનગી સહિતની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડપાિલકા હદ િવસ્તારોમાં નવા બાંધકામોનાં સ્થળોએ પાિલકાની પરવાનગી સહિતની િવગતો દર્શવતાં ગુજરાતી ભાષામાં બોર્ડ લગાવવાનાં શહેરી િવકાસ િવભાગનાં હુકમનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે. બાંધકામનાં નકશા, આર્કિટેક્ટ, િબલ્ડર પેઢી તથા લોકેશન િવગેરેની માિહતીનો બોર્ડમાં ઉલ્લેખ કરવા માટે શહેેરી િવકાસ િવભાગેે તમામ પાલિકાઓને તાકીદ કરી હતી. પરવાનગી વિરૂધ્ધ થતાં બાંધકામ રોકવા માટેનાં મૂળ ઉદ્દેશ સાથે રાજય સરકારનાં પરિપત્રનો અમલ કરવા પાિલકાઓ ઉદાસીનતા દાખવી રહી છે. વલસાડ પાિલકા હદમાં પણ અનેક બાંધકામનાં સ્થળોએ આવા બોર્ડ લગાવવામાં આવ્યાં નથી.

રાજ્યનાં શહેરી િવકાસ મંત્રાલયનાં તત્કાિલન મંત્રી િનતીન પટેલે ઓકટોબર 2014માં પાિલકાઓની હદમાં થતાં બાંધકામો અંગે એક માર્ગદર્શિકા બહાર પાડી હતી. જે અંગેનો અમલ કરવા માટે અધિક મુખ્ય સચિવને પત્ર પાઠવી બાંધકામોનાં સ્થળે ગુજરાતી ભાષામાં બાંધકામની મુખ્ય વિગતો દર્શવતા બોર્ડ લગાવવા માટેટ તાકીદ કરી હતી. અંગે શહેરી િવકાસ િવભાગે તમામ પાલિકાઓને હુકમ કરતો પત્ર પાઠવી બાંધકામનાં સ્થળે ગુજરાતી ભાષામાં બોર્ડ મૂકવા જણાવ્યું હતું. જેમાં િબલ્ડરો દ્વારા નવા બંધાઇ રહેલા વેપારી સંકૂલો, નવી રહેઠાણ યોજનાનાં કામો તથા રેસિડેન્સિયલ સંકૂલોનાં સ્થળે િવગતવાર માિહતી સાથેનાં બોર્ડ લગાવવાનો આદેશનું પાલન કરાવવા પાિલકાઓને જણાવાયું હતું.

પરંતુ વલસાડમાં નવા બંધાઇ રહેલા નવા બાંધકામોનાં સ્થળોએ કયાંય પ્રકારનાં બોર્ડ લગાવવામાં આવતાં હોવાનું જણાઇ આવ્યું છે. શહેરમાં થતાં બાંધકામો કેવા પ્રકારનાં થઇ રહયા છે તેની િવગતો સાથેનાં બોર્ડ જ્યાં બાંધકામ થઇ રહ્યું હોય તે જગ્યાએ લગાવવા શહેરી િવકાસ વિભાગે કડક આદેશ કર્યો હોવા છતાં તેના અમલમાં પાિલકા તંત્રની ભારે ઉદાસીનતા બહાર આવી છે.

વલસાડમાં પણ થઇ રહેલા બાંધકામોની સાઇટસ ઉપર આવા બોર્ડ મૂકાવવા પાિલકા દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી તેવી ફરિયાદ ઉઠી રહી છે.