• Gujarati News
  • પ્રહરીના પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી

પ્રહરીના પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરિયાઈજીવસૃષ્ટિના સંરક્ષણના મુદ્દે છેલ્લા 10 વર્ષથી કાર્ય કરી રહેલા વલસાડની પ્રહરી સંસ્થાના પ્રમુખ સંકેત દેસાઈએ િતથલ દરિયા કિનારે તૈયાર થઇ રહેલી પ્રોટેકશન વોલના મુદ્દે કલેકટરને ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારબાદ તેને કેટલાક તત્વો દ્વારા જાનથી મારી નાંખવાના ઈરાદે વોચ રાખવામાં આવતા તેઓ મુસીબતમાં મુકાઇ ગયા હતા. જેના પગલે તેમણે મુદ્દે ડીએસપીને રાવ કરી છે. જેમાં એવું પણ જણાવ્યું હતું કે, જો મારા ઉપર હુમલો થાય તો પ્રોટેકશન વોલ સાથે સંકળાયેલા તમામ ઈસમો જવાબદાર ગણાશે.