• Gujarati News
  • વલસાડ શહેરમાં કેટલાય સમયથી ટ્રાફિક સમસ્યા અજગરી ભરડા સમાન બની

વલસાડ શહેરમાં કેટલાય સમયથી ટ્રાફિક સમસ્યા અજગરી ભરડા સમાન બની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ શહેરમાં કેટલાય સમયથી ટ્રાફિક સમસ્યા અજગરી ભરડા સમાન બની ગઇ છે. જયાં જુઓ ત્યાં જાહેર માર્ગ ઉપર કોઇ પ્રકારના નીતિ નિયમોને અભરાઇએ ચઢાવી વાહન ચાલકો પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દેતા હોય છે. જેના પગલે જાહેર માર્ગ ઉપર ટ્રાફિકજામ થઇ જાય છે. મંગળવારે પોલીસ અને પાલિકાએ સમસ્યા હલ કરવા અભિયાન તો છેડયું, પરંતુ ખુદ પાલિકા પ્રમુખ અને એઅસપીની કાર ટ્રાફિકની લક્ષ્મણ રેખાની બહાર પાર્ક કરતા શું તેમની સામે દંડ કે કોઇ કાર્યવાહી થાય. પ્રજા આવું કરે તો તેને દંડ.

પ્રજા કરે તે ગુનો અને સરકારી તંત્ર કરે તે શું ?