• Gujarati News
  • વલસાડ સેગવી રોડ પર પરિણીતા આગથી ભડભડ સળગતા દોડી

વલસાડ સેગવી રોડ પર પરિણીતા આગથી ભડભડ સળગતા દોડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડનાસેગવી ગામમાં રહેતી 30 વર્ષીય પરિણીતાને અસહ્ય મોંઘવારીમાં જીવન જીવવું આકરું બનતા મંગળવારે પોતાના ઘરમાં શરીરે કેરોસીન છાંટી સળગતી સળગતી બહાર રોડ પર આવી પહોંચતા લોકો ચોંકી ઉઠયા હતા. ગ્રામજનોએ ધાબળા લાવી આગ બુઝાવવાનો પ્રયાસ કરી સારવારઅર્થે 108 મારફત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. પરિણીતા 80 ટકા જેટલી દાઝી ગઈ હોવાનું તબીબે પોલીસને જણાવ્યું હતું.

વલસાડના સેગવી ગામમાં વડ ફળિયા ખાતે રહેતા દિનેશ જાનુભાઈ પટેલ હાલમાં એક ખાનગી કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. 11 વર્ષ અગાઉ તેઓએ પુષ્પાબેન સાથે લગ્ન કર્યા હતા. હાલ તેઓ એક પુત્રી રૈનાના માતા પિતા છે. રૈના હાલમાં સેગવી ગામની સર્વોદય હાઈસ્કૂલમાં ધો.4 માં અભ્યાસ કરે છે. ઘરમાં આર્થિક સ્થિતી તંગ જણાતા મોંઘવારીના કારણે પુષ્પાબેનને જીવન જીવવું કપરૂ લાગ્યું હતું. જેથી જીવનથી કંટાળી જઈ મંગળવારે ઘરમાં એકલી હતી ત્યારે શરીર પર કેરોસીન છાંટી સળગી મરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પુષ્પાબેન સળગતા સળગતા ઘરની બહાર મેઈન રોડ પર દોડી આવતા રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો પણ ચોંકી ઉઠયા હતા. આગથી ભડભડ સળગતી પુષ્પાબેનને બચાવવા માટે લોકોએ દોડી આવી પ્રયાસ કર્યા હતા. બાદમાં 108 ને ફોન કરી બોલાવતા સારવારઅર્થે વલસાડ િસવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે અંગે ડોકટરે તપાસ કરતા પરિણીતા પુષ્પાબેન શરીરે 80 ટકા જેટલા ગંભીર દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ડો. ફળદુએ અંગે રૂરલ પોલીસ મથકે જાણ કરતા પોલીસે બનાવની જાણવાજોગ નોંધ કરી આગળની વધુ તપાસ એએસઆઈ વાસુદેવ મુકુંદ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, સિવિલમાં પુષ્પાબેનનું નિવેદન લેતા તેમણે જણાવ્યું કે, મોંઘવારીના કારણે જીવન જીવવું અસહ્ય બનતા અંતિમ પગલું ભર્યું હતું.