• Gujarati News
  • હોસ્પિટલ અને શાળાઓ પાર્કિંગ મુદ્દે રડારમાં

હોસ્પિટલ અને શાળાઓ પાર્કિંગ મુદ્દે રડારમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડપાિલકા અને પોલીસનાં સંયુકત ડ્રાઇવમાં શહેરની શાળાઓ અને હોિસ્પટલોને સકંજામાં લેવામાં આવી છે. શહેરનાં મુખ્ય માર્ગો ઉપર આવેલી કેટલીક હોસ્પિટલો અને શાળાઓ બહાર વાહન પાર્કિંગનાં કારણે શહેરમાં ટ્રાિફક જામની મુશ્કેલી ઉદભવી રહી છે.

શાળા, હોસ્પિટલ સંકૂલો અને શાકભાજી મારકેટ િવસ્તારમાં આડેધડ વાહન પાર્કિંગની પરિસ્થિતિનું સ્થળ િનરીક્ષણ કરાયું હતું. સાથે ટ્રાિફક િનયંત્રણ માટે પાિલકાએ પીળા પટ્ટાની લાઇનદોરીનો સખ્તાઇથી અમલ કરવા માટે મંગળવારે પાિલકાએ પોલીસ તંત્રનાં ઉચ્ચ અધિકારીને પણ સાથે રાખ્યા હતાં.

શહેરનાં હાલરરોડ, આવાંબાઇ સ્કૂલ રોડ, અક્ષર હોસ્પિટલ,જમનાબાઇ સ્કૂલ િવસ્તાર, અમિત હોસ્પિટલ તરફ જતો માર્ગ, કસ્તુરબા હોસ્પિટલ િવસ્તાર, બેચર રોડ એસટી ડેપો િવસ્તાર અને ધરમપુર રોડ ઉપર કોન્વેન્ટ સ્કૂલ તેમજ તિથલ રોડ પર આરજેજે હાઇસ્કૂલનો વિસ્તાર જેવા ટ્રાફિકથી ભરચક માર્ગ ઉપર થતાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાિફક જામનો પ્રશ્ન જટિલ બની રહ્યો છે.

વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા વકરી

આડેધડ દબાણો દૂર કરવા અલ્ટિમેટમ

અાવાંબાઇનાં કમ્પાઉન્ડમાં વાન અને રિક્ષા પાર્ક કરવા િનર્ણય

> પાલિકા- પોલીસનું અભિયાન શું રોજ ચાલુ રહેશે

> શાકભાજી માર્કેટમાં ગેરકાયદે દબાણ હટાવવા કેમ 25 તારીખ પસંદ કરી ?

> દર માસની 25મી તારીખે શાકભાજી માર્કેટ સંદતર બંધ રહેતું હોય ત્યાં હાટ બજાર ભરાય છે.

> શું હાટ બજારના ગરીબ ખુમચાવાળા તંત્રને નડતરરૂપ બન્યા, રોજીંદા લારીવાળાને કેમ હટાવાતા નથી

તંત્રને ભાસ્કરના સીધા સવાલ

સમસ્યા| ટ્રાફિક સમસ્યા અને નડતરરૂપ દબાણોને દૂર કરવા પ્રમુખ અને પોલીસે મેદાનમાં ઉતરવું પડયું

શાકભાજી મારકેટમાંપથારા અને લારીવાળાઓનાં ચારે તરફ દબાણો દૂર કરવા પાિલકા અને પોલીસ તંત્રએ અલ્ટિમેટમ આપ્યું છે. દરમિયાન કેટલીક લારીઓ ડિટેઇન કરાઇ હતી. ડીવાયએસપી બલરામ મીના,પીઆઇ વ્યાસ અને પાિલકા પ્રમુખ સોનલ સોલંકીએ મારકેટની અંદરનાં ભાગે પાથરણાંવાળાને બેસવા દેવાની તાત્કાિલક વ્યવસ્થા કરવા તાકીદ કરી છે. દૂકાનોનાં છાજિયાં પણ દૂર કરવા સૂચના અપાઇ છે. દર માસની 25 તારીખે મારકેટમાં ભરાતાં બજારને પણ બંધ કરવામાં આવે તો માલસામાન કબજે લેવા પથારાવાળાઓને ચીમકી અપાઇ છે.

આવાબાઇ હાઇસ્કૂલનાંપાછલા ગેટને બંધ કરવાથી બાળકોને સવારે મૂકવા અને લેવા આવતી રિક્ષા અને વાનને કમ્પાઉન્ડમાં પાર્ક કરવા માટે પોલીસ અને પાિલકાએ સૂચના આપતાં શાળા પરિવારે હકાર