• Gujarati News
  • વલસાડનાંઅબ્રામામાં સર્વોદય એપાર્ટમેન્ટ દ્વારા એક માસથી ખાળકૂવો ઉભરાતા ગંદકી

વલસાડનાંઅબ્રામામાં સર્વોદય એપાર્ટમેન્ટ દ્વારા એક માસથી ખાળકૂવો ઉભરાતા ગંદકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડનાંઅબ્રામામાં સર્વોદય એપાર્ટમેન્ટ દ્વારા એક માસથી ખાળકૂવો ઉભરાતા ગંદકી ફેલાઇ જવા છતાં કોઇ ઉકેલ લાવવાનાં મામલે પાિલકા દ્વારા જાહેર પ્રદૂષણની ફરિયાદ કરવામાં આવી છે. પાિલકા તંત્રએ સ્થાિનક રહીશો દ્વારા થયેલી ફરિયાદો બાદ વારંવાર ગંદકીનો પ્રશ્ન હલ કરવા માટે તાકીદ કરી હતી, પરંતુ િનરાકરણ લાવનાર એપાર્ટમેન્ટેનાં રહીશો િવરૂધ્ધ એસડીએમ સમક્ષ ફરિયાદ થઇ છે.

પાિલકાનાં વોર્ડ નં.13માં ધરમપુર રોડ ઉપર ઠાકોરભાઇ પાર્કની બાજૂમાં આવેલા સૂર્યોદય એપાર્ટમેન્ટમાં 11 ફલેટો આવેલા છે. એપાર્ટમેન્ટનાં જાજરૂ,બાથરૂમ તથા ફ્લેટનાં વપરાશી ગંદા પાણીનાં નિકાલ માટે ખાળકૂવો બનાવવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા એક માસથી ખાળકૂવો ઉભરાઇ રહ્યો છે. જેનાં કારણે ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર ગંદવાડ ફેલાતાં આસપાસનાં સ્થાનિક નાગરિકોએ પાિલકાને ફરિયાદ કરી હતી. જે અંગે સ્થળ તપાસ કરતાં ફરિયાદ સાચી હોવાને લઇ પાિલકા ચીફ ઓફિસર જે.યુ. વસાવાએ સૂર્યોદય એપાર્ટમેન્ટનાં વહીવટકર્તાને 1 નવેમ્બરે નોિટસ આપી ખાળકૂવામાંથી ઉભરાતંુ ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર આવતું તાત્કાિલક બંધ કરવા તાકીદ કરાઇ હતી. પરંતુ તેમ છતાં એપાર્ટમેન્ટનાં વહીવટકર્તાઓ દ્વારા કોઇ પ્રતિસાદ મળતાં પાલિકાએ જાહેર િહત અને આરોગ્યને લક્ષ્યમાં લઇ સીઆરપીસીની કલમ 133 મુજબ જાહેર પ્રદૂષણની ફરિયાદ સબ ડિવિઝનલ મેિજસ્ટ્ર્ેટટની કચેરીમાં દાખલ કરી કાર્યવાહી હાથ ધરવા દાદ માગી છે.