• Gujarati News
  • દુલસાડમાં મકાન બાંધકામના મુદ્દે મારામારી

દુલસાડમાં મકાન બાંધકામના મુદ્દે મારામારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|વલસાડના દુલસાડગામે રહેતા મુકેશ ઉદેસિંગ પટેલ,ગણેશ ધનસુખ પટેલના મકાનની બાજુમાં પોતાનું પાકું મકાન બનાવવા માટે કાર્યવાહી કરી રહ્યા હતા. ત્યારે ગણેશ અને તેની પત્ની જયોતિએ મકાનની દિવાલ બનાવવાના મુદ્દે મુકેશ સાથે બોલાચાલી કરી મુકેશ અને તેની બહેન સીતા અને તેની પત્નીને પથ્થરો વડે માર મારી હતી. જેેમાં મુકેશ લોહીલુહાણ થતા તેને સારવારઅર્થે હોસ્પિટલ ભેગો કરાયો હતો. મુકેશે ગણેશ અને તેની પત્ની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.