તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સુરતથી મુંબઈ લઈ જવાતા 451 બકરાં ભરેલી બે ટ્રક ગુંદલાવ હાઇવેથી ઝડપાઈ

સુરતથી મુંબઈ લઈ જવાતા 451 બકરાં ભરેલી બે ટ્રક ગુંદલાવ હાઇવેથી ઝડપાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે કુલ રૂા. 24.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આઠની ધરપકડ કરી

ભાસ્કરન્યૂઝ. વલસાડ

બકરીઈદનો પર્વ નજીક હોવાથી સુરતથી મુંબઈ ત્રણ ટ્રક ભરીને લઈ જવાઈ રહેલા બકરાને હિંસા નિવારણ સંઘ અને રૂરલ પોલીસે ગુંદલાવ હાઈવે ચાર રસ્તા પાસેથી ઝડપી પાડયા હતા. બાદમાં એક ટ્રકને જવા દીધી હતી. જયારે બાકીની બે ટ્રક અને 451 બકરા સહિત કુલ રૂા. 24.15 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આઠ શખસોની ધરપકડ કરી છે.

બકરી ઈદનો પર્વ સોમવારે હોવાથી સુરતથી ટ્રક ભરીને 594 નંગ બકરા મંુબઈ રવાના કરવામાં આવ્યા હતા. જે અંગે હિંસા નિવારણ સંઘને જાણ થતા તેમના કાર્યકરોએ ગુંદલાવ હાઈવે ચાર રસ્તા ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન કંટ્રોલ રૂમ ઉપર પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી. જેથી રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. બાદમાં ત્રણેય ટ્રકને અટકાવી તલાશી લીધી હતી. જેમાં ટ્રક નં. જીજે-18-એવી-7992માં અત્યંત ક્રુરતા પૂર્વક 240 બકરાને ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા હતા. જેના ચાલક મુસ્તાક અહમદ મહમંદ શેખ (રહે. દાણી લીમડા, અમદાવાદ)ની પૂછપરછ કરતા તેની પાસે પરમીટ મળી આવી હતી પરંતુ પરમીટ કરતા વધુ બકરાની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું જણાયું હતું. જેથી ટ્રકમાં સવાર શાહીર હુસેન દિલાવર હુસેન સૈયદ (રહે.સરખેજ, અમદાવાદ), છગન શિવાજી ઠાકોર (રહે. અમદાવાદ) અને બચુ ખેમાભાઈ પરમાર (રહે. અમદાવાદ)ની ધરપકડ કરી હતી. સાથે રૂા. 2,04,000ના બકરા અને રૂા. 10 લાખની ટ્રક સમેત કુલ રૂા. 12.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે બીજી ટ્રક નં. જીજે-9-ઝેડ-6815 ની તલાશી લેતા તેમાં પણ ક્રુરતાપૂર્વક લઈ જવાઈ રહેલા 211 નંગ બકરા મળી આવ્યા હતા. જેમાં પણ પરમીટ કરતા વધુ બકરા મળી આવ્યા હતા. જેથી પોલીસે રૂા. 2.11 લાખના બકરા અને રૂા. 10 લાખની ટ્રક સમેત કુલ રૂા. 12.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે ટ્રકના ચાલક મુસ્તોકીન મહેબુબ શા , ગુલામનબી કાલુ મલેક (બંને રહે.મોડાસા), ઈસ્માઈલ ખાન અને દીપક બચુ ઠાકોરની ધરપકડ કરી હતી. પોલીસે બાદમાં ત્રીજી ટ્રક નં.જીજે-9-ઝેડ-8321 ના ચાલકની પૂછપરછ કરતા તેની પાસેથી પરમીટ મળી આવી હતી જેમાં 160 નંગ બકરાની પરમીટ આપવામાં આવી હતી.જયારે ટ્રકમાંથી 143 નંગ બકરા મળી આવતા ટ્રકને જવા દેવામાં આવી હતી.

પોલીસે બે ટ્રકમાંથી ઝડપેલા 451 બકરાને વાપી રાતાના પાંજરાપોળમાં રવાના કરવામાં આવ્યા હતા. બનાવમાં પોલીસે કુલ રૂા. 24.15 લાખનો મુદ્દામાલ જપ્ત