• Gujarati News
  • વલસાડમાં ગંદકી મુદ્દે12 નોિટસ ફટકરાઇ

વલસાડમાં ગંદકી મુદ્દે12 નોિટસ ફટકરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટાંકીમાં પોરાનાશક દવાનો છંટકાવ કરવા તથા પાણીનો ભરાવો થાય તેવી જોગવાઇ કરવા પાિલકાની તાકીદ

ભાસ્કરન્યૂઝ.વલસાડ

વલસાડમાંરહેઠાણો અને અેપાર્ટમેન્ટોમાં પાણીની ટાંકીની િનયમિત સફાઇ કરવા અને તેમાં મચ્છરોની પોરાનાશક દવાનો છંટકાવ કરવા માટે પાિલકા તંત્રએ નોટિસ જારી કરી છે. પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ થાય તેની તકેદારી લેવા માટે પાિલકાએ મકાનો અને એપાર્ટમેન્ટો મળી કુલ 12 રહેણાંકોનાં માિલકો અને એપાર્ટમેન્ટોનાં હોદ્દેદારોને તાકીદ કરી છે.

તાજેતરમાં વલસાડમાં ડેન્ગ્યૂનાં કેસો મળી આવતાં પાિલકાએ એપાર્ટમેન્ટો અને ઘરોમાં મૂકાતી પાણીની ટાંકીની િનયમિત સફાઇ કરવા માટે નોટિસ દ્વારા તાકીદ કરવામાં આવી છે. શહેરમાં મકાનો, એપાર્ટમેન્ટો, દૂકાનો અને બાંઘકામ સાઇટ ઉપર પાણીનો ભરાવો થતાં મચ્છરો થાય છે. ધાબા,બેઝમેન્ટની જગ્યામાં સ્ટોરેજ થતાં પાણીમાં મચ્છરોનું બ્રિડિંગ થતું હોવાનાં કારણે દવાનો છંટકાવ જરૂરી બનતા પાિલકાએ હવે તમામ રહેઠાણો અને એપાર્ટમેન્ટોને પાણીની ટાંકીમાં પોરાનાશક દવા છંટકાવ કરવા નોટિસ દ્વારા તાકીદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રહેઠાણ િવસ્તારોમાં પાણીનો ભરાવો થાય તેની કાળજી લેવા પણ જણાવાયું છે. શુક્રવારે પાિલકાએ એપાર્ટમેન્ટ સાસાયટીનાં પ્રમુખો અને સેક્રેટરીઓ સહિત 12 જેટલાં રહેઠાણોને નોિટસ મોકલી તકેદારીનાં પગલાં ભરવા જણાવ્યું છે. પાિલકાએ હાલમાં રસ્તાઓ નજીકની ગટરોમાં દવાનો છંટકાવ અને ફોિગંગની કામગીરી હાથ ધરી છે. દરમિયાન જ્યાં પાણીનો ભરાવો નજરે પડવા સાથે સાફ સફાઇ જણાતાં પાિલકા સીઓ જે.યુ. વસાવાએ િવસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ થાય તે માટે તકેદારી લેવા નોટિસ આપી 2 િદવસમાં કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી છે.

વિસ્તાર અને એપાર્ટમેન્ટને નોિટસ

હાસમી એપાર્ટમેન્ટ,શેમાચાલ સામે, એવરસાઇન એપાર્ટમેન્ટ,બંદર રોડ, શ્રધ્ધા એપાર્ટમેન્ટ, નાની મહેતવાડ,રમણભાઇ રવજીભાઇ તરિયાવાડ, મનહરલાલ મોદી ભારત ઓઇલ િમલ કમ્પાઉન્ડ છીપવાડ, ધનલક્ષ્મી એપાર્ટમેન્ટ ગીતાંજલિ સોસાયટી, શિવમ એપાર્ટમેન્ટ, ઘાસવાલા કમ્પાઉન્ડ છીપવાડ, હરિદર્શન એપાર્ટમેન્ટ છીપવાડ, વેલકમ એપાર્ટમેન્ટ બંદર રોડ બેજનબાગ સામે, ઓમપ્લાઝા એપાર્ટમેન્ટ સર્કિટ હાઉસ સામે, વસાણી બિલ્ડર્સ,ડ્રીમલેન્ડ ટોકિઝ સામે.