• Gujarati News
  • નજરે જોનાર ને પતાવી દેવાની ધમકી આપી હતી

નજરે જોનાર ને પતાવી દેવાની ધમકી આપી હતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નજરે જોનાર ને પતાવી દેવાની ધમકી આપી હતી

કેસમાંપોલીસે જણાવ્યું કે, જયારે જમાઈ રામજી તેનો ભાઈ રમેશ અને પડોશી દેવજી સસરા દેવજુભાઈની હત્યા કરી રહ્યા હતા ત્યારે પસાર થતા એક ગ્રામજને હત્યાનો ઘટના ક્રમ નિહાળ્યો હતો. જેથી આરોપીઓએ તેને પણ કોઈને કહેશે તો પતાવી દેવાની ધમકી આપી હતી.

પોલીસે પીએમ રિપોર્ટના આધારે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણ હત્યારાઓની ધરપકડ કરી



ધરમપુરનાતામછડી ગામમાં ખેતરના કોતરમાંથી એક માસ અગાઉ મળી આવેલી હત્યા કરાયેલી લાશનો ભેદ પોલીસ તપાસમાં ખુલતા મૃતક સસરાની હત્યા તેના જમાઈએ પોતાના ભાઈ અને પડોશી સાથે મળીને કરી હતી. જેથી પોલીસે ત્રણેય હત્યારાઓની ધરપકડ કરી છે.

ધરમપુરના તામછડી ગામમાં તાડાપાડા ફળિયાના દેવજુભાઈ નવસુભાઈ રાતડ ગત.11મી ઓકટોબર ખેતરમાં ગયા હતા. જેઓ સાંજ સુધી ઘરે પરત ફરતા તેમની શોધખોળ આદરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો હતો. 13 ઓકટોબરે બોસુનિયા ડંુગર નજીક ખેતરના કોતરમાંથી લાશ મળી આવી હતી. અંગેની જાણ ધરમપુર પોલીસને થતા પોલીસે એડી દાખલ કરી હતી. પીએમ રિપોર્ટમાં માથામાં ફટકા મારી મોતને ઘાટ ઉતારાયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસ હત્યાનો ગુનો દાખલ કરી પીએસઆઈ જયદીપ સોલંકીએ ગામમાં ગુપ્ત રાહે તપાસ હાથ ધરી હતી. મૃતક દેવજુભાઈના પુત્ર રામજી રાતડનું પોલીસે નિવેદન લીધુ હતું. જેમાં પુત્ર રામજીએ જણાવ્યું કે, મારી બહેન નવસીના લગ્ન થોડા સમય પહેલા રામજી મનજી મોકાશી સાથે થયા હતા. પરંતુ મનમેળ બેસતા જુદા થયા હતા. જેથી નવસી પિતા દેવજુભાઈના ઘરે પરત આવી હતી. ત્યારબાદ ધરમપુર કોર્ટમાં ખાધાખોરાકીનો કેસ જમાઈ રામજી મોકાશી ઉપર મુકવામાં આવ્યો હતો. જે કેસની તારીખ પડતી હતી પરંતુ જમાઈ રામજી હાજર થતો હતો. જે બાબતે સસરા દેવજુબાઈ અને જમાઈ રામજી વચ્ચે ઝઘડો થતા જમાઈએ સસરાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હોવાનું પુત્રએ નિવેદનમાં જણાવ્યું હતું. જેના આધારે પોલીસે જમાઈ રામજી મનજીની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે સસરા દેવજુભાઈને બોલાવી રમેશ મનજી મોકાશી અને પડોશી દેવજી મનુ મોકાશી સાથે મળીને તેમને મોત ઘાટ ઉતારી દીધા હોવાનું કબૂલ્યું હતુુંં.

ધરમપુરમાં જમાઇએ સસરાની હત્યા કરી હતી

ભેદ ઉકેલાયો | ખાધાખોરાકીના કેસમાં સસરા-જમાઈ વચ્ચે ઝઘડો થયો હતો