• Gujarati News
  • સિંગાપોરમાં નોકરીની લાલચ કેસમાં મુંબઈથી 123 પાસપોર્ટ જપ્ત કરાયા

સિંગાપોરમાં નોકરીની લાલચ કેસમાં મુંબઈથી 123 પાસપોર્ટ જપ્ત કરાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંગાપોરમાં નોકરીની લાલચ કેસમાં મુંબઈથી 123 પાસપોર્ટ જપ્ત કરાયા

60 પૈકી 44 પાસપોર્ટ પરત કર્યા હતા જયારે 16 પાસપોર્ટ વડોદરાથી મુંબઈ મોકલ્યા હતા



સિંગાપોરમાંનોકરીવાચ્છું યુવાનોને મોટા પગારે નોકરી આપવાની લાલચ આપી વલસાડના કેવાડા ગામમાં રહેતા એજન્ટ જીતુ પટેલે લોકોને ભરમાવ્યા હતા. જેથી લોકો તેમની વાતોમાં આવી જઈ વિદેશ જવા માટે વ્યકિત દીઠ રૂા. 21,000 થી માંડીને રૂા. 40,000 આપ્યા હતા.

અડધી રકમ ચૂકવનાર યુવાનોના મેડીકલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા હતા. વિઝાના સમયે નાણા લઈ ફરાર થઈ ગયેલા જીતુ પટેલનો કોઈ પત્તો લાગતા ઠગાઈનો ભોગ બનનારાઓએ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં પોલીસે વડોદરા સયાજીગંજ પોલીસ મથકથી એક આરોપી શૈલેષ ઉર્ફે રાહુલ સોમાભાઈ પટેલની ટ્રાન્સફર વોરંટથી અટક કરી હતી. જેની પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતુ કે, જીતુ પટેલે વલસાડ તાલુકાના યુવાનોના પાસપોર્ટ શૈલેષ પટેલને આપ્યા હતા અને શૈલેષે પાસપોર્ટ મુંબઈના એજન્ટને આપ્યા હતા. જેથી કેસમાં પીએસઆઈ એ.કે.પટેલે મુંબઈ સુધી તપાસ હાથ ધરાતા મુંબઈના એજન્ટ પાસેથી 123 પાસપોર્ટ મળી આવ્યા હતા. જે પૈકી વલસાડ તાલુકાના ભોગ બનનાર 16 યુવાનોના પાસપોર્ટ મળી આવ્યા હતા. જેથી યુવાનોએ રાહત અનુભવી હતી. જીતુએ રિમાન્ડ દરમિયાન કુલ 60 લોકો સાથે ઠગાઈ કરી હોવાનું જણાવ્યું હતુ. જેમાંથી 44ને પાસપોર્ટ પરત કરી દીધા હતા. જયારે 16 યુવાનોના પાસપોર્ટ પરત કર્યા હતા.

છેતરપિંડી | કેવાડાના એજન્ટે રિમાન્ડમાં ઠગાઈ કબૂલી