• Gujarati News
  • મધ્યપ્રદેશનો યુવાન વલસાડ એસટી ડેપોમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો

મધ્યપ્રદેશનો યુવાન વલસાડ એસટી ડેપોમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યપ્રદેશનાસિંહોર ખાતે આરઆર કચ્છ વિસ્તારમાં રહેતો 20 વર્ષીય વિકાસસિંગ બાબુલાલ બુંદેલા બેન્ડવાજાની પાર્ટીમાં લગ્ન પ્રસંગે કામ કરતો હતો. ત્યારે એક યુવતી સાથે પ્રેમ થયો હતો. પરંતુ સમય જતા વિકાસને પ્રેમમાં નિષ્ફળતા મળતા માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયો હતો. જેથી નવ િદવસ અગાઉ પોતાના ઘરેથી કયાંક નીકળી ગયો હતો. જે ઈન્દોર એક્ષપ્રેસમાં વડોદરા રેલવે સ્ટેશન ઉપર આવી પહોંચ્યા બાદ કોઈક ટ્રેન મારફતે વલસાડ આવી પહોંચ્યો હતો. ત્રણ દિવસ અગાઉ વલસાડ સીટી પોલીસ રાત્રિના સમયે એસટી ડેપો વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે વિકાસ શંકાસ્પદ હાલતમાં નજરે ચઢયો હતો. િવકાસે પોતાના મામાના પુત્ર વિકાસસિંગનો મોબાઈલ નંબર આપ્યો હતો. જેથી તેમના પરિવારજનો સોમવારે વલસાડ આવી પહોંચી વિકાસનો કબજો મેળવી સીટી પોલીસનો ગદગદિત થઈ આભાર માન્યો હતો.