• Gujarati News
  • વલસાડની સાંકડી ગલીઓમાં આગ લાગે તો તેને બુઝાવવા ફાયર હાઇડ્રેન્ટસની કોઇ સુવિધા નથી

વલસાડની સાંકડી ગલીઓમાં આગ લાગે તો તેને બુઝાવવા ફાયર હાઇડ્રેન્ટસની કોઇ સુવિધા નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડમાંપાિલકા દ્વારા તાજેતરમાં રૂ.60 લાખનાં ખર્ચે નવું ફાયર સ્ટેશનનું િનર્માણ કરાયું છે,પરંતુ શહેરનાં માર્ગો ઉપર ફાયર હાઇડ્રેન્ટ્સનું અસ્તિત્વ મટી ગયું છે. માર્ગો ઉપર ફાયર હાઇડ્રેન્ટ્સનાં અભાવે શહેરનાં ગીચ કોટ િવસ્તારોમાં આગની ઘટના સમયે ફાયર િવભાગને પાણી ભરવાનો પ્રશ્ન છે. ફાયર હાઇડ્રેન્ટસનો મુદ્દો કલેકટર સમક્ષ પણ પહોંચ્યો છે.

વલસાડમાં વર્ષોથી માર્ગો ઉપર બંબાઓમાં પાણી ભરવા માટે પાિલકા દ્વારા ફાયર હાઇડ્ર્ેન્ટસ નાંખવામાં આવ્યા હતાં. જો કે માર્ગોની બનાવટમાં સમયાંતરે ફાયર હાઇડ્રેન્ટ્સનું અસ્તિત્વ ભૂંસાઇ જતાં ફાયરનાં બંબાઓને પાણી ભરવા માટે શહેરનાં કલ્યાણબાગની ઓવર હેડ પાણીની ટાંકી સુધી 1 થી 2 કિમીનું અંતર કાપવું પડે છે. ફાયર પાસે ચાર બંબાની વ્યવસ્થા છે જે આગની ઘટના માટે ઉપયોગમાં લેવાય છે. જ્યાં આગ લાગે ત્યાં પહોંચ્યા બાદ પાણીનો પુરવઠો પૂરો થયાં બાદ બંબાને ફરીથી પાણી ભરવા માટે શહેરનાં ભરચક ટ્રાફિક ધરાવતાં કલ્યાણબાગ ઓવર હેડ ટાંકી સુધી આવવું પડે છે. આગ બૂઝાવવા માટે પાણીનો પુરવઠો સ્થળ ઉપર ઉપલબ્ધ હોવો જરૂરી છે. માર્ગોની બાજૂમાં અગાઉનાં વર્ષોમાં જે તે પાલિકા શાસકોએ પાણીની લાઇન સાથે સંલગ્ન ફાયર હાઇડ્રેન્ટસ નાંખ્યા હતાં. શહેરનાં તમામ મુખ્ય માર્ગો ઉપર કુલ 78 ફાયર હાઇડ્રેન્ટસની વ્યવસ્થા કરાઇ હતી. પરંતુ તમામ હાઇડ્રેન્ટ્સ નાબૂદ થઇ ગયાં છે.જેને લઇ પાિલકાનાં કોર્પોરેટર દ્વારા શહેરનાં માર્ગો ઉપર પાણીની લાઇન સાથે સંલગ્ન ફાયર હાઇડ્રેન્ટ્સ નાંખવા કલેકટર સમક્ષ મુદ્દો ઉઠાવાયો છે.

વલસાડ નગરપાલિકાના ફાયર ફાઇટરમાં પાણી ભરવાની અસુવિધા

અગાઉ તમામ વિસ્તારોમાં સુવિધા હતી

ફાયર હાઇડ્ેન્ટસ હોવાનું જરૂરી છે

^ વલસાડમાં પણ ભરચક િવસ્તારોનાં માર્ગો ઉપર ફાયર હાઇડ્રેન્ટસ હોવા જરૂરી છે. તેનાંથી આગની ઘટના સમયે બંબામાં પાણીનો પુરવઠો ભરવા માટેમા ત્વરિત સુવિધા મળે છે. બંબાને લાંબા અંતર સુધી પાણી ભરવા માટે જવાનો સમયનો વ્યય થતો અટકે અને આગને કાબુમાં લેવાની કામગીરીમાં ઝડપ આવે છે. હાઇડ્રેન્ટસ જમીનમાં દટાયાં છે. તેને પૂર્નજિવીત કરવા જરૂરી છે.> ફેડીઇચ્છાપોિરયા, ફાયરઓફિસર, વલસાડ પાિલકા,

મદનવાડની આગના બનાવે તકલીફ ઉભી થઇ હતી

શહેરનાં કોટિવસ્તાર મદનવાડમાં આગની ઘટના સમયે ભરચક વસતી ઘરાવતાં ફળિયામાંથી બંબાને પહોંચવા ખાસ્સો સમય લાગ્યો હતો ત્યાર બાદ પાણી પૂરું થઇ જતાં પાણી ભરવા બહાર નિકળવા અડધો કલાક વેડફાયો હતો. સાંકડી ગલીમાં રાત્રે એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.સ્થળની ગીચતાને લઇ માત્ર એક બંબો જેમ તેમ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યારે બીજા બંબા ત્યાં પહોંચી શકે તેવી સ્થિતિ હતી. અહિંના નજીકનાં માર્ગ ઉપર ફાયર હાઇડ્રેન્ટસ હોત તો ત્યાંથી હોઝ પાઇપ વાટે પાણી ભરીને સમય વેડફ્યા વિના આગ બૂઝાવવામાં વધુ સરળતા રહી હોત.

શહેરનાં મોગરાવાડી અને અબ્રામાઝોનમાં ગીચ વસતી

શહેરનાં કોટિવસ્તારથી દૂર પૂર્વ પટ્ટીમાં મોગરાવાડી ઝોનમાં ભરચક િવસ્તારો આવેલા છે. ત્યાં જો કદાચ આગની ઘટના બને તો બંબાને પહોંચતા વધુ સમય લાગે અને પાણીનો પુરવઠો પુરો થઇ જાય તો છેક કલ્યાણબાગ ટાંકી સુધી આવતાં ખાસ્સો સમય વિતી જાય. ઉપરાંત અબ્રામા વિસ્તારમાં પણ સ્થિતિ છે. બંન્ને ઝોનમાં જો બંબાને પાણી ભરવા માટેની કોઇ વ્યવસ્થા નથી. જેથી અહિંનાં માર્ગો ઉપર ફાયર હાઇડ્રેન્ટ્સ હોવા જરૂરી છે.

ફાયર હાઇડ્રેન્ટ્સની જરૂરિયાત કેમ?

હાલે પાણીનોપુરવઠો પુરો થઇ ગયાં બાદ ફાયર બંબાને ઘટના સ્થળેથી િનકળી પાણી ભરવા માટે પરત થવાનું હોય છે. ત્યાં સુધીમાં આગ વિકરાળ બને તેવી સ્થિતિ સર્જાય છે. તેમાંય એક સાથે બે બનાવો બને તો હાલત વધુ કથળી જાય. ફાયર હાઇડ્રેન્ટ્સમાંથી પાણી પુરવઠો તાત્કાલિક ભરીને સ્થળ ઉપર આગ બુઝાવવાની કામગીરીમાં મદદ મળતી હતી. પરંતુ હવે તમામ 78 ફાયર હાઇડ્રેન્ટ્સનું અસ્તિત્વ માર્ગો નવા બનતા મટી ગયું છે.

માર્ગોની બાજુમાંફાયર હાઇડ્રેન્ટસ નાંખવામાં આવે છે. ભરચક વસતી અને સાંકડી ગલીઓવાળા િવસ્તારોમાં ફાયરની ઘટના સમયે પાણીનો પુરવઠો પૂરો થઇ જાય તો બંબાને નજીકના મુખ્ય માર્ગ ઉપર પાણીની લાઇન સાથે જોડાયેલું ઉપકરણ ફાયર હાઇડ્રેન્ટસ છે.

ફાયર હાઇડ્રેન્ટસ શું છે ?

^અગાઉના વર્ષોમાં ફાયર હાઇડ્રેન્ટસ માર્ગો ઉપર હતાં,પરંતુ નવા માર્ગો બનતા ગયા હોવાથી રોડની સપાટી ઊંચી થઇ જતાં તે હવે નથી રહ્યાં. ફાયર હાઇડ્રેન્ટસની સુવિધા ખાસ કરીને શહેરનાં કોટ િવસ્તારો અને અન્ય ગીચ વિસ્તારોમાં તો હોવી જોઇએ. જે માટે પાિલકા શાસકો સમક્ષ મુદ્દો રજૂ કરાશે. પાિલકાના અધિકારી અને શાસક પક્ષ મુદ્દેગંભીરતાથી વિચાર જરૂરી. > રમેશપટેલ, ફાયરચેરમેન