• Gujarati News
  • પાર્કિંગ મુદ્દે િબલ્ડિંગના હોદ્દેદારોને પોલીસ બોલાવશે

પાર્કિંગ મુદ્દે િબલ્ડિંગના હોદ્દેદારોને પોલીસ બોલાવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડશહેરમાં દિવસે િદવસે િવકટ બની રહેલી ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે હવે પાિલકા અને પોલીસ શહેરના પ્રાઇમ લોકેશનો ઉપર તાણી બંધાયેલાં પાર્કિંગ સુિવધા િવનાનાં કોમર્શિયલ િબલ્ડિંગોનાં હોદ્દેદારોને રડારમાં લઇ કાર્યવાહી હાથ ધરશેે.

શહેરનાં હાલર રોડ થી ટાવર સુધીનાં એરિયામાં વાહન પાર્કિંગ માટે પાિલકાએ આવાબાઇ હાઇસ્કૂલના ઉત્તર િદશાએ પાર્કિંગની જગ્યા અનામત રાખી છે. આવાબાઇ હાઇસ્કૂલનાં હાલર રોડ છેડેથી રૂરલ પોલીસ મથક સુધીનાં માર્ગ ઉપર પાર્કિંગ પ્લોટમાં આસપાસનાં િબલ્ડિંગોનાં વાહનો, શહેરમાં આવતા વાહનચાલકો અને બજારમાં ખરીદી માટે આવતાં સામાન્ય નાગરિકોનાં ઉપયોગ માટે અનામત રાખવામાં આવ્યું છે.પરંતુ પ્લોટ ઉપર આસપાસનાં 7 મોટા કોમર્શિયલ બિલ્ડિંગોની ઓફિસો, હોટલો, અને હોસ્પિટલોમાં આવતા જતાં લોકોનાં વાહનો આખો િદવસ પાર્કિંગમાં પડેલા રહે છે. જેના કારણે ટ્રાિફકનો પ્રશ્ન શહેરીજનો માટે માથાનાં દુ:ખાવા સમાન બને છે. પાર્કિંગની સુવિધા વિના ઉભા કરાયેલા એપાર્ટમેન્ટો અને કોમર્શિયલ િબલ્ડીંગો સામે આગામી દિવસોમાં પોલીસ અને પાિલકા તંત્ર સાથે મળી કડક કાર્યવાહી કરશે.







પાિલકા અને પોલીસે હવે િબલ્ડિંગોનાં હોદ્દેદારોને બોલાવી બેઠક કરવાનો િનર્ણય લીધો છે. જેમાં તેમના બિલ્ડિંગોનાં વાહનોની પાર્કિંગ વ્યવસ્થા મામલે કડક વલણ અખત્યાર કરાશે.

બેઇઝમેન્ટ ધરાવતાં િબલ્ડિંગોનાં વાહનો રસ્તા ઉપર પાર્ક થાય

સ્થળ િનરીક્ષણ દરમિયાન પાર્કિંગની સમસ્યા માટે પાિલકા પ્રમુખ સોનલબેન સોલંકી સાથે ચર્ચા થઇ છે. પાલિકા તંત્રને સાથે રાખી બિલ્ડિંગોનાં હોદ્દેદારોને વહેલી તકે પોલીસ મથકમાં બોલાવી પાર્કિંગ પ્રશ્નનો ઉકેલ લવાશે. >બલરામ મીના,ડી.વાય.એસપી,વલસાડ

વર્ષો જૂનાં િબલ્ડિંગમાં પાર્કિંગની સુવિધા હોવાથી વાહન પાર્કિંગનો પ્રશ્ન સપાટી ઉપર આવ્યો છે. પાિલકા તંત્ર સમક્ષ િવસ્તારમાં વાહનોનાં પાર્કિંગ માટે કોઇ જગ્યા ફાળવી આપવા દરખાસ્ત કરવામાં આવી છે. > ડો.પૂર્વેશ રામાવત, ધરમદાસચેમ્બર્સ, વલસાડ

આવાબાઇ અનેસ્ટેશન રોડ વચ્ચે આવેલા આદિત્ય ચેમ્બર્સ, અદિના પેલેસ અને હાઇસ્કૂલ સામેથી જવાહર સોસાયટી તરફ જતાં માર્ગ ઉપર આવેલાં અમિત હોસ્પિટલ જેવી િબલ્ડિંગોમાં બેઇઝમેન્ટમાં પાર્કિંગની સુિવધા કરી છે પરંતુ િબલ્ડિંગમાં આવનારાઓ તેમાં વાહનો પાર્ક કરતાં નથી. વાહનો રસ્તાની આસપાસ પાર્કિંગ કરે છે.

લાલ આંખ|વલસાડ શહેરનાં કોટ િવસ્તારમાં ત્રણ રસ્તાનાં પ્રાઇમ લોકેશનો ઉપર ટ