• Gujarati News
  • MCIની ટીમે સિવિલ કોલેજની વિઝિટ કરી

MCIની ટીમે સિવિલ-કોલેજની વિઝિટ કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડનીમેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પીટલનું મેડિકલ કાઉનિસલ ઓફ ઇનિડયા દ્વારા શરૂ થયેલા બે દિવસીય સરપ્રાઇઝ ઇન્સપેકશન શુક્રવારે સંપન્ન થયુ હતુ.જોકે બે દિવસ સુધી સમગ્ર હોસ્પીટલમાં તમામ વિભાગોના તબીબો-સ્ટાફની હાજરીના પગલે દર્દીઓને રાહત થઇ હતી.એમસીઆઇની ટીમે બીજા દિવસે શુક્રવારે પણ હોસ્પીટલના વિવિધ વિભાગો-ટ્રોમા સેન્ટરની સાથે મેડિકલ કોલેજના વિવિધ વિભાગોની વિઝિટ લીધી હતી.ટીમે પ્રાધ્યાપકો સાથે પણ ચર્ચા કરી હતી.સામાન્ય દિવસોમાં કેટલાક વિભાગોમાં તબીબોની ઘટને લઇ મૂશકેલીનો સામનો કરતા દર્દીઓને એમસીઆઇની ટીમની હાજરીને લઇ અન્ય કોલેજોના તબીબોને વલસાડ બોલાવી લેવાના પગલે રાહત અનુભવાઇ હતી. ટીમે મેડિકલ કોલેજ સંચાલીત વલસાડ પાલીકાની મ્યુનિસિપલ હોસ્પીટલ કેમ્પસ અને હરીયા ગામમાં ચાલતા અર્બન હેલ્થ ટ્ેઇનીંગ સેન્ટરની મૂલાકાત લીધી હતી.તેમણે હોસ્પીટલના તબીબો પાસેથી વિગતો મેળવી હતી.ટીમના અધીકારીઓએ ગાઇડલાઇન હોવાનું જણાવી વિગતો આપવામાં અસમર્થથતા દર્શાવી હતી.

સિવિલ કોલેજમાં સફાઈ અભિયાન

એમસીઆઇનીસરપ્રાઇઝવિઝિટના પગલે ઉંઘતા ઝડપાયેલા મેડિકલ કોલેજ-સિવિલ હોસ્પીટલના સત્તાવાળાઓએ કામ કરાતુ હોવાનું બતાવવા કેમ્પસમાં સફાઇ અભિયાન શરૂ કર્યુ હતુ.સામાન્ય દિવસોમાં દિવસો સુધી અહી સફાઇ થતી હોવાનું દર્દીઓએ જણાવ્યુ હતુ.