• Gujarati News
  • સમૃદ્ધ સંજીવની સોસાયટીના ગેટનું સેન્ટિંગ તૂટી પડતાં ત્રણને ઇજા થઇ

સમૃદ્ધ સંજીવની સોસાયટીના ગેટનું સેન્ટિંગ તૂટી પડતાં ત્રણને ઇજા થઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડથીખેરગામ ગુંદલાવ જતાં રોડ ઉપર સમૃધ્ધ જીવન સોસાયટીનાં એન્ટ્રી ગેટનાં બાંધકામ દરમિયાન સેન્ટિંગની લોખંડની જાળી નીચેની તરફ ઝૂલી પડતાં બાજૂમાં કામ કરતી ત્રણ મહિલા મજૂરોને સામાન્ય ઇજા પહોંચી હતી. પોલીસને જાણ થતાં ઘટનામાં કોઇ જાનહાનિ કે નુકસાન થતાં પોલીસ પરત ફરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખેરગામ રોડ ઉપર ગુંદલાવમાં સમૃધ્ધ સંજીવની સોસાયટીનાં એન્ટ્રી ગેટ માટે બાંધકામ થઇ રહ્યું હતું. જેનાં માટે સેન્ટિંગની જાળી તૈયાર કરવા માટે નીચે લોખંડનાં પાઇપનાં ટેકા લગાવવામાં આવ્યાં હતાં. સેન્ટિંગ કામ પૂરૂં થયાં બાદ જમણી સાઇડથી કોેંક્રિટ ભરવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન શુક્રવારે બપોરે સેન્ટિંગની જાળી ઝૂલી પડતાં નીચે બેઠેલા ત્રણ મહિલા મજૂરોને કોંક્રિટનાં માલ પડવાથી સામાન્ય ઇજા પહોંચી હતી. જેમને લોટસ હોસ્પિટલમાં લઇ જઇ પાટાપિંડી કરી રજા આપવામાં આવી હતી. બપોરે જમવાનો સમય હોવાથી અન્ય મજૂરો ભોજન માટે ગયાં હતાં.

જેને લઇ કોઇ વધુને ઇજા કે જાનહાિનનો કોઇ બનાવ બન્યો હતો. ઘટનાની જાણ રૂરલ પોલીસને થતાં એએસઆઇ િનર્ભય કુમાર સ્થળ ઉપર પહોંચી તપાસ કરતાં કોઇ ગંભીર બનાવ બન્યો હોવાનું જણાયું હતું. જેને લઇ કોઇ ફરિયાદ થતાં પોલીસ પરત થઇ હતી.

ગેટની ઊંચાઇ વધુ હોવાથી ટેકા વાંકા વળ્યા

સમૃધ્ધિ જીવનસોસાયટીનું બાંધકામ કરતાં પહેલા અેન્ટ્રી ગેટ બનાવવાનું આયોજન કરાયું હતું. ગેટની ઊંચાઇ 20 થી 25 ફુટ ઉંચી હોવાથી પાઇપનાં ટેકા ભાર ઝીલી શકતા વાંકા વળી ગયાં હતાં. જેને લઇ સેન્ટિંગની જાળી ઝૂલી પડી હતી.