• Gujarati News
  • વલસાડ તીથલ રોડની યુવતી રહસ્યમય સંજોગોમાં ગાયબ

વલસાડ તીથલ રોડની યુવતી રહસ્યમય સંજોગોમાં ગાયબ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડનાતિથલ રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બ્લોક નં. 12 માં રૂમ નં. 14 માં રહેતા રિક્ષા ચાલક સૈયદ અમીન સૈયદ લાલને સંતાનમાં ત્રણ પુત્રીઓ છે. જે ત્રણ પૈકી તેમની 21 વર્ષીય પુત્રી નાઝમીન તા.6 એપ્રિલના રોજ સવારે 9 કલાકે સુરત રહેતી નાનીના ઘરે જાઉં છું એમ કહી નીકળી હતી. બપોરે 12 કલાકે સૈયદ અમીન ઘરે આવતા પત્ની યાસમીને જણાવ્યું કે, નાઝમીન સુરત પહોંચી કે કેમ તે અંગે તેને ફોન કરતા તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. જેથી માતા યાસ્મીન જાતે પોતાની માતાના ઘરે તેમજ સગા સંબંધીઓને ત્યાં તપાસ કરવા માટે નીકળી હતી. પિતાએ પણ તેની બહેનપણીઓ અને સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરી હતી. પરંતુ નાઝમીનનો કોઈ પત્તો લાગ્યો હતો.

છેવટે પિતા સૈયદ અમીને પુત્રી નાઝમીન ગુમ થઈ હોવાની જાણ સીટી પોલીસ મથકે કરતા પોલીસે બનાવની જાણવા જોગ નોંધ કરી આગળ‌ની તપાસ હાથ ધરી છે.