• Gujarati News
  • અશોક શાહ હત્યા કેસમાં હજી સીઆઇડી વલસાડમાં

અશોક શાહ હત્યા કેસમાં હજી સીઆઇડી વલસાડમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અશોકશાહ મર્ડર કેસમાં તપાસનો દૌર શરૂ કરનાર સીઆઇડી ટીમનો ધામો હજી વલસાડમાં હોવાનું જાણવા મળ્યંુ છે. અમદાવાદની સીઆઇડી ક્રાઇમની ટીમે નાસર બામુશાની ધરપકડ કર્યા બાદ પૂછપરછનો દૌર મક્કમ ગતિએ ચાલૂ રાખ્યો છે. ખૂબ ફૂંકી ફૂંકીને તપાસની દિશા આગળ ધપાવવામાં આવી રહી છે. જો કે હજીય કેસનો રેલો દક્ષિણ િદશામાં હોવાની દઢ શકયતા સીઆઇડી ક્રાઇમનાં સૂત્રોએ જણાવી છે. આરોપી નાસરની પૂછપરછમાં કોઇ કડી મળી કે નહિ તેનાં જવાબમાં સીઆઇડી સૂત્રોએ તપાસ જારી છે તેવું જણાવ્યું હતું.વલસાડમાં સીઆઇડી ક્રાઇમની હાજરી જોતાં સીઆઇડી ટીમની નજર વલસાડથી દક્ષિણ પંથકમાં ઠરી છે.

વર્ષ પહેલાં હાઇવે ઉપર અશોક શાહને મોંઢે રૂમાલ બાંધીને આવેલા શૂટરે મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાની તપાસ એપ્રિલ-2014માં હાઇકોર્ટે સીઆઇડી ક્રાઇમને સોંપતાં સમગ્ર કેસની ઝિણવટભર્યો અભ્યાસ કરાયો હતો. ત્યારબાદ સીઆઇડી પોલીસે બોટમ લેવલથી આરોપીને પકડી પાડવાનો પ્લાન ઘડી કાઢી 7 એપ્રિલ મંગળવારે અત્યંત ગુપ્તરાહે વલસાડ ધસી આવી ગ્રીનપાર્કમાં અરબ હાઉસમાં રહેતાં નાસર બામુશાને ઝડપી લીધો હતો. ઇસમની ધરપકડ કરી ચીફ જ્યુિડશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં બુધવારે સાંજે રજૂ કરી 10 િદવસનાં રિમાન્ડ મેળવ્યા હતાં. નાસરને અમદાવાદ લઇ જવાનું માંડી વાળી સીઆઇડીએ તેની પૂછપરછ વલસાડમાં હાથ ધરી છે.

રિમાન્ડ દરમિયાન સીઆઇડી ક્રાઇમે બે દિ‌વસથી પૂછપરછનો દૌર જારી રાખ્યો છે. જો કે સીઆઇડી ક્રાઇમ ફૂંકી ફૂંકીને કેસની તપાસ કરી રહી છે. દરમિયાન સીઆઇડી ક્રાઇમનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર અશોક શાહ મર્ડર કેસનો રેલો દક્ષિણ દિશા તરફ જતો હોવાનું ફરીથી દોહરાવ્યું છે. બહુ ચકચારી બનેલા હત્યા કેસમાં કયા કયા મોટા માથાના નામો બહાર આવશે તેની જિલ્લાની પ્રજાને ભારે આતુરતા છે.