• Gujarati News
  • યુવતી નવા પ્રેમી સાથે ફરાર, જૂનાએ જેલમાં જવું પડયું

યુવતી નવા પ્રેમી સાથે ફરાર, જૂનાએ જેલમાં જવું પડયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના ખડકી ભાગડા ખાતે કુંભારવાડમાં રહેતી ૧૮ વર્ષાય કિરણ રાઠોડ (નામ બદલ્યું છે) છેલ્લા બે દિવસ અગાઉથી ગાયબ થતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. પરંતુ કોઈ પત્તો ન લાગતા માતા ગીતાબેન (નામ બદલ્યું છે) એ વલસાડ સિટી પોલીસ મથકે ત્રણ અજાણ્યા યુવાનો બાઈક પર પોતાની પુત્રીને ભગાડી ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યોહતો. આ દરમિયાન ગીતાબેનને કોઈકે જણાવ્યું કે, તમારી પુત્રી કિરણનું અગાઉ હિતેન્દ્ર જયકિશન પટેલ (રહે.પોલીસ હેડ કવાર્ટર પાસે, અબ્રામા) સાથે અફેર હોવાથી તે જ ભગાડી ગયો હોવાનું જણાવ્યું હતું. જેથી ગીતાબેન રોષે ભરાઈ ચીમન રાઠોડ અને અશોક રાઠોડ સાથે હિતેન્દ્રના ઘરે પહોંચી જઈ લાકડાના ફટકા વડે હિતેન્દ્રને માર માર્યોહતો. બાદમાં બાઈક પર બેસાડી પોલીસ મથકે લઈ આવ્યા હતા. પોલીસે પણ પૂરતી તપાસ કર્યા વિના શંકાના આધારે હિતેન્દ્રને લોકઅપમાં પૂરી દીધો હતો. આ સમયે હિતેન્દ્રને મળવા માટે તેનો મિત્ર વિરલ અરવિંદ પટેલ આવ્યો હતો. તેના ઉપર પણ ગીતાબેને શંકા વ્યકત કરતા પોલીસે મિત્ર વિરલને પણ કસ્ટડીમાં પૂરી દીધો હતો. થોડા સમય બાદ માતા ગીતાબેનને એવું જાણવા મળ્યું કે, તમારી દીકરી કિરણ ૧૭ વર્ષીય સગીર પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. જેના આધારે પોલીસે સગીર પ્રેમીના ઘરે પહોંચી જઈ તેના પરિવારજનોને દબાણ કરતા ગણતરીના કલાકોમાં કિરણ તેના પ્રેમી સાથે સિટી પોલીસ મથકે પહોંચી હતી. જેથી હિતેન્દ્ર અને તેનો મિત્ર વિરલ નિર્દોષ હોવાનું જણાતા તેને લોકઅપમાંથી મુકત કરવામાં આવ્યા હતા. પરંતુ હિતેન્દ્રને ગીતાબેન અને તેના પરિવારજનોએ માર માર્યોહોવાથી હિતેન્દ્રએ પણ ત્રણેય વિરૂઘ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યોહતો.