• Gujarati News
  • વલસાડમાં પાણીની ક્રોસલાઇનનાં ખોદાણથી ટ્રાફિકનું બખડજંતર

વલસાડમાં પાણીની ક્રોસલાઇનનાં ખોદાણથી ટ્રાફિકનું બખડજંતર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ શહેરનાં મઘ્યભાગે આઝાદ ચોક નજીકથી પાલિકા દ્વારા પાણીની ક્રોસલાઇન નાંખવા માટે શરૂ કરાયેલી કામગીરીને લઇ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા બે દિવસથી મંથર ગતિએ કામ થતાં વાહનોનો ખડકલો જામી જતાં અફરાતફરીને લઇ વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રાો છે.
શહેર પાલિકાએ ત્રણ માસ પહેલાં વોર્ડ નં.પ, ૧૧ અને ૪ વિસ્તારમાં પાણીનો પુરવઠો પૂરતાં પ્રશરથી પૂરો પાડવા માટે લાઇન નાંખવાની કામગીરી હાથ ધરી હતી. નવી પાઇપલાઇન નાંખવા સાથે રામવાડી વિસ્તારમાં પાણીનો પુરવઠો પહોંચાાડવા માટે પાલિકાએ શ્રોફચાલ રોડને અડીને રામવાડી તરફ જતાં રોડ ઉપર ક્રોસલાઇન નાંખવા માટે મોટાપાયે ખોદકામ શરૂ કર્યું છે. છેલ્લા બે દિવસથી આ કામગીરીને લઇ મેઇન રોડ નજીક માટીનાં ઢગલાં ખડકાઇ ગયાં છે. કોસંબા રોડને અડીને જતી લાઇનમાંથી ક્રોસ લાઇનનું કામ કરવા ખોદાણ થતાં મુખ્ય રોડ ઉપર પણ મોરમ, કપચી અને કાદવનાં ઢગલાં સાથેનો ટેકરો થઇ ગયો છે. જેનાં કારણે ટ્રાફિકનાં પરિવહનને અસર પહોંચી રહી છે. જેનાં કારણે ભરચક વેપારી લત્તામાં વાહનોનાં શંભુમેળા જેવી સ્થિતિ ઉભી થઇ છે. આ વિસ્તારમમાં આવેલી દૂકાનો સામે ભારે ટ્રાફિક જામ સર્જાતાં વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયાં છે. ખાસ કરીને સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૭ વાગ્યાનાં ગાળા દરમિયાન ટ્રાફિક જામ થવાનાં પગલે લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે.