• Gujarati News
  • વલસાડની ૭ બેકરીને ગંદકીનાં મામલે પાલિકાએ નોટિસ

વલસાડની ૭ બેકરીને ગંદકીનાં મામલે પાલિકાએ નોટિસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાનદેશી મહોલ્લો
કિશાન બેકરી
ગુલશન બેકરી
વેલકમ બેકરી
વડચોક
વેલકમ બેકરી
કેજીએન બેકરી
પોલીસ ચોકી પાછળ
સ્ટાન્ડર્ડ બેકરી

વલસાડનાં શાપુરનગરમાં ધમધમતી સાત બેકરીઓ દ્વારા ફેલાવાતી ગંદકીનાં મામલે પાલિકાએ તમામને નોટિસ ફટકારી છે. જાહેર આરોગ્યને નુકસાન પહોંચવાની શકયતાનાં પગલે પાલિકાનાં ચીફ ઓફિસરે ૧૦ દિવસમાં બેકરીમાંથી નીકળતા વપરાશી પાણી માટે ખાળકૂવાની વ્યવસ્થા કરવા ચેતવણી આપી છે.
પાલિકાનાં વોર્ડ નં.૫માં શાપૂરનગરમાં આવેલી સાત બેકરીઓમાં તૈયાર થતી ખાણીપીણીની ચીજવસ્તુઓની બનાવટ દરમિયાન વપરાશી પાણીનો નિકાલ પાલિકાની ખુલ્લી ગટરમાં છોડી દેવામાં આવે છે. આ બેકરીઓમાંથી નિકળતું પાણી ગટરમાં પધરાવી દેવામાં આવતાં ગટર ચોકઅપ થઇ જાય છે. પરિણામે સ્થાનિક રહીશોનાં વપરાશી પાણીનો પ્રવાહ સામે અવરોધ ઉભો થતાં બંધિયાર કાદવની પરિસ્થિતિ નિર્માણ પામે છે. જેને લઇ તેમાં જીવજંતુઓ અને મરછરોનો ઉપદ્રવ થતાં લોકોનાં આરોગ્ય સામે જોખમ સર્જાયું છે.
આ મામલે પાલિકાની આરોગ્ય શાખાએ સરવે કરતાં શાપુરનગર ધોબીતળાવની સાત બેકરીઓમાંથી નીકળતા પાણીનો નિકાલ સીધો પાલિકાની ગટરમાં થતો હોવાની હકીકત બહાર આવી હતી. આ પ્રવૃત્તિ રોકવા માટે ચીફ ઓફિસર જે.યુ. વસાવાએ આ સાતેય બેકરીઓને રોગચાળો ફાટી નિકળવાની સંભાવના દર્શાવી કડક નોટિસ ફટકારી તાત્કાલિક ગંદુ પાણી બંધ કરવા ચેતવણી આપી છે.
૧૦ દિવસમાં ખાળકૂવાની વ્યવસ્થા કરવા તાકીદ
પાલિકાએ ફટકારેલી નોટિસમાં બેકરી સંચાલકોને આગામી ૧૦ દિવસમાં ખાળકૂવાની વ્યવસ્થા કરવા તાકીદ કરવામાં આવી છે. ગટરમાં પાણીનાં નિકાલનાં બદલે ખાળકૂવામાં તેનો નિકાલ કરવા સૂચના આપી છે. બેકરીની સાફ સફાઇ કરીને ગંદુ પાણી સીધું ગટરમાં જતું બંધ કરવા ૧૦ દિવસની મહેતલ અપાઇ છે. જો તેમ ન થશે તો જાહેર આરોગ્ય વિષયક નિયમનાં આધારે કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી અપાઇ છે.
આને નોટિસ