• Gujarati News
  • વલસાડમાં ફાયર સેફટીની ચકાસણી મામલે દોઢસો એપાટર્મેન્ટને નોટિસ

વલસાડમાં ફાયર સેફટીની ચકાસણી મામલે દોઢસો એપાટર્મેન્ટને નોટિસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતનાં પૂણે કડોદરા રોડ અને ઘોડદોડ રોડ ઉપરની ઇમારતોમાં તાજેતરમાં બનેલી આગની ગંભીર ઘટનાઓને ઘ્યાને રાખી વલસાડ પાલિકાએ પ્રારંભિક તબક્કે શહેરનાં દોઢસો જેટલા એપાટર્મેન્ટોને ફાયર સેફટીની ચકાસણી કરવા કોમન નોટિસ જારી કરી છે. આ નોટિસમાં બિિલ્ડંગનાં હોદ્દેદારોને જરૂરી કાર્યવાહી કરવા માટે તાકીદ કરવામાં આવી છે.
સુરત શહેરમાં લેન્ડમાર્ક, કોહિનૂર મારકેટ અને કનૈયા પેલેસ જેવી બહુમાળી ઇમારતોમાં જૂનનાં અંતિમ સપ્તાહ દરમિયાન આગ ફાટી નિકળતાં ભારે નુકસાન પહોંરયું હતું. આ ઘટનામાં ફાયરની સુવિધાનાં મામલે બેદરકારીનાં પગલે બચાવ કામગીરીમાં અવરોધ આવ્યો હોવાનો મુદ્દો પણ સપાટી ઉપર આવ્યો હતો. જેને લઇ વલસાડ પાલિકા હદ વિસ્તારમાં ૧૪ વોર્ડમાં આવેલાં તમામ એપાટર્મેન્ટો અને હાઇરાઇઝ ઇમારતોમાં ફાયર સેફટીની સુવિધાને ચેક કરી લઇ અપડેટ કરવા માટે પાલિકા તંત્રએ નોટિસ જારી કરી છે. આકસ્મિક દરેક ઇમારતોમાં ફાયરનાં સાધનો કાર્યરત છે કે નહી તેની ચકાસણી કરી લેવા માટે તાકીદ કરવામાં આવી છે. પાલિકાનાં ચીફ ઓફિસર જે. યુ. વસાવાએ આ મામલે બાંધકામ શાખા અને ફાયર શાખાનાં અધિકારીઓને પણ એપાટર્મેન્ટોમાં ફાયર સેફટીની સુવિધા મુદ્દે નોટિસોનું વિતરણ કરવાની કામગીરી સોંપી છે. જેમાં અત્યાર સુધી દોઢસો એપાટર્મેન્ટોને નોટિસો રવાના કરાઇ છે.