• Gujarati News
  • મોટીચણવઇમાં પાંચથી છ ઇસમોનો મહિલા અને યુવાન ઉપર હુમલો

મોટીચણવઇમાં પાંચથી છ ઇસમોનો મહિલા અને યુવાન ઉપર હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના મોટીચણવઇ ગામે રાત્રે પોણા અગિયારનાં સુમારે પાંચ થી છ ઇસમોએ એક યુવાન ઉપર હોકીથી હુમલો કરી માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. જયારે એક મહિલાને મોઢાંનાં ભાગે માર મારતાં બંન્નો ઇજાગ્રસ્તોને સિવિલમાં સારવાર અર્થે દાખલ કરાયાં હતા.
મોટીચણવઇના નાયકી ફળિયામાં બાઇક ઉપર ત્રણ સવારીએ પસાર થઇ રહેલાં પ્રદીપ બાબુ વળવીને પાંચ થી છ જેટલા ઇસમોએ બાઇક ઉપરથી નીચે ઉતરવાનુંં જણાવી એક જણાએ તેના માથાનાં ભાગે પાછળથી હોકીથી હુમલો કરતાં તે નીચે પટકાયો હતો. આ ઘટનાને લઇ ફળિયામાં દોડભાગ મચતાં બાજુમાં રહેતી લલીતાબેન રમેશ પટેલ આવું કેમ કરો છો, તેવું કહેવા જતાં તેને પણ મોઢાંનાં ભાગે માર મારતાં મહિલા બેભાન થઇ ગઇ હતી. આ મહિલાનાં પતિ રમેશભાઇએ જણાવ્યું કે, મારામારી સાથે હમોને કોઇ સંબંધ ન હોવા છતાં આ ઇસમોએ મારી પત્ની લલીતાને માર માર્યોછે. બીજી તરફ ઘાયલ યુવાન પ્રદીપ અને તેની માતા હંસાબેન વળવીએ પાંચ થી છ ઇસમોએ હોકી તલવારથી હુમલો કર્યોહોવાનું જણાવ્યું હતું. ઘાયલ યુવાનનાં પરિવારજનોએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ કરી હતી. રૂરલ પોલીસ મથકમાં ફળિયાનાં યુવાનો તથા પરિવારજનો પહોંચતા પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી રાત્રે ૧૨ વાગ્યાનાં અરસામાં શરૂ કરી હતી.
લેટ નાઇટ