• Gujarati News
  • વલસાડમાંબે અલગ અલગ જગ્યાએથી મોટરસાયકલ ચોરાયા હોવાના બે બનાવ

વલસાડમાંબે અલગ અલગ જગ્યાએથી મોટરસાયકલ ચોરાયા હોવાના બે બનાવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડમાંબે અલગ અલગ જગ્યાએથી મોટરસાયકલ ચોરાયા હોવાના બે બનાવ પોલીસ મથકે નોંધાયા છે. જેને પગલે વલસાડમાં ફરી વાહન ચોર ગેંગ સક્રિય બની હોવાનું જણાય છે.

વલસાડના નનકવાડા ખાતે નાગલા ફળિયામાં રહેતા અને મંગલદીપમાં નોકરી કરતા 23 વર્ષીય ચીંયાગ છોટુભાઈ કોળી પટેલે પોતાના ઘર આંગણે સ્ટેરીંગ લોક કરીને સ્પલેન્ડર પ્રો મોટરસાયકલ નં.જીજે-15-એઆર-1100 પાર્ક કરી હતી. રાત્રિના 1:00 કલાકે ચીંયાગ નજીકમાં આવેલા ગણપતિ મંડપના સ્ટેજ પાસે મિત્રો પાસેથી પરત ફર્યો હતો ત્યારે તેમના ઘર આંગણે બાઈક નજરે ચઢી હતી. બાદમાં મળસ્કે 4:00 કલાકે માતા ઉંઘમાંથી ઉઠયા હતા ત્યારે તેમને ઘર આંગણે બાઈક નજરે ચઢતા પુત્રને જાણ કરી હતી. જેથી શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો લાગતા સીટી પોલીસ મથકે રૂા. 39,000ની બાઈક ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. જયારે બીજા બનાવમાં ધરમપુરના કેળવણી ગામમાં રહેતા 19 વર્ષીય ગમન ઈશ્વરભાઈ વટારે કલવાડા ગામના હરિસિધ્ધિ કોમ્પલેક્ષના પાર્કિગમાં પોતાની નંબર પ્લેટ વિનાની પેશન પ્રો બાઈક પાર્ક કરી હતી. જેની કોઈ તસ્કર ઉઠાંતરી કરી જતા રૂા. 45000ની બાઈક ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.