• Gujarati News
  • વલસાડજિલ્લામાં પ્રતિવર્ષ બદલાતા હવામાનના પગલે સૌથી વધુ અસર કેરીના

વલસાડજિલ્લામાં પ્રતિવર્ષ બદલાતા હવામાનના પગલે સૌથી વધુ અસર કેરીના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડજિલ્લામાં પ્રતિવર્ષ બદલાતા હવામાનના પગલે સૌથી વધુ અસર કેરીના પાકને થઇ રહી છે.તેમાં સૌથી ગંભીર અસર વલસાડ જિલ્લાની ઓળખસમી આફુસને થઇ રહી છે.તેમાં ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ધુમમ્સ અને માર્ચમાં માવઠાના પગલે આફુસ સહિતના કેરીનો પાકને 50થી60 ટકા નૂકશાન થયુ છે.જોકે પ્રતિવર્ષ કેરીના પાકને વિવિધ પ્રકારે નૂકશાન થવાના પગલે દેવાદાર થઇ રહેલા ખેડૂતોને હોવા છતા બાગાયત-ખેતિવાડી વિભાગ સહિત કૃષિ કેન્દો દ્વારા ખેડૂતોને કોઇ નકકર માર્ગદર્શન આપતા કેરીના ઝાડના પાનને જોવા કરતા છેલ્લા થોડા વર્ષોમાં જિલ્લામાં આફુસની 300થી વધુ વૃક્ષો ધરાવતી 125થી વધુ વાડીઓ ખેડૂતોએ કાપી નાંખી છે.જયાંરે ચાલુ વર્ષે પણ કેરીઓ ઉતારીને આફુસના વૃક્ષો કાપવાની સંખ્યાબધધ ખેડૂતોએ તૈયારી કરી છે.બીજી તરફ ખેતઉત્પન્ન બજાર સમિતિઓ પણ કેરીના વેચાણ,છેતરપિંડી અને કમિશન સહિતની સમસ્યાને રોકવા નિષ્ફળ નિવડયુ છે.જેને જોતા આવનારી પેઢીને વલસાડી આફુસ મ્યુઝિમમાં જોવા મળશે તેવી પરિસિથીનું નિર્માણ થઇ રહ્યંુ છે.