• Gujarati News
  • વલસાડનીગર્વમેન્ટ કોલોની નજીક સહયોગ નગરમાં યોગેશ્વર મંદિરની બાજુમાં લીમડાચોક

વલસાડનીગર્વમેન્ટ કોલોની નજીક સહયોગ નગરમાં યોગેશ્વર મંદિરની બાજુમાં લીમડાચોક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડનીગર્વમેન્ટ કોલોની નજીક સહયોગ નગરમાં યોગેશ્વર મંદિરની બાજુમાં લીમડાચોક ખાતે રહેતા સાકીર ઉર્ફે ચીનો ઈમ્તિયાઝ શેખની નજર 25 વર્ષ અગાઉ દક્ષા નામની હિન્દુ યુવતી ઉપર પડી હતી. બાદમાં તેની સાથે પ્રેમની રમત રમી પ્રેમ સંબંધ બાંધ્યો હતો. બાદમાં દક્ષાને પણ થયું કે, સાકીર સાચો પ્રેમ કરે છે. જેથી બંને લગ્ન કર્યા વિના એકમેકની સાથે પતિ પત્નીની જેમ રહેવા માંડયા હતા. પરંતુ બાદમાં સાકીર શેખ સતત દારૂના નશામાં ધૂત રહેતો હોવાથી ઘરમાં આવી નાની વાતમાં દક્ષાને મારઝુડ કરી શારિરીક માનસિક ત્રાસ ગુજારી તેની જીંદગી નર્કાગાર સમાન બનાવી દીધી હતી. પરંતુ આજે નહી તો કાલે સુધરી જશે એવી આશાએ દક્ષા સાકીર શેખનો જુલ્મ સહન કરતી આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સાકીરનો અત્યાચાર અસહ્ય બનતા તેની સાથે જીવન જીવવું મુશ્કેલ લાગ્યું હતું. છેવટે પતિ સાકીરથી કંટાળી જઈ સીટી પોલીસ મથકનું શરણું લઈ સાકીર વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે 323, 504, 506(2), અને 498 (ક) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.