• Gujarati News
  • વધુ ચાર લૂંટારૂનું પગેરૂં મેળવવા આરોપી ચાર દિવસના રિમાન્ડ પર

વધુ ચાર લૂંટારૂનું પગેરૂં મેળવવા આરોપી ચાર દિવસના રિમાન્ડ પર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડહાઈવે પર ટ્રક ચાલકનું અપહરણ કરી લૂંટ ચલાવનાર લૂંટારૂની એલસીબીઅે ધરપકડ કરી રિમાન્ડઅર્થે કોર્ટમાં રજૂ કરી તા. 20 નવેમ્બર સુધીના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. લૂંટ અને અપહરણ કેસમાં અન્ય સાગરિતોની ધરપકડ કરવાની બાકી હોવાથી એલસીબીએ શોધખોળ આદરી છે.

ભીલાડ ને.હા.નં.8 ઉપરથી મુંબઈ તરફ જતી ટ્રકને પાંચ લૂંટારૂઓએ આંતરી ચાલકનું અપહરણ કરી અમદાવાદ તરફ ફરાર થઈ ગયા હતા. સાથે કેટલાક લૂંટારૂઓ ટાટા માન્ઝા કારમાં પણ અન્ય એક સાથી ચાલકનું અપહરણ કરી જઈ રહ્યા હતા ત્યારે ડુંગરી હાઈવે પર પોલીસે માન્ઝા કારને અટકાવવાનો પ્રયાસ કરતા કાર મુકી ફરાર થઈ ગયા હતા. પોલીસે કારને અટકાવી હોવાનું લૂંટારૂ ચાલક રફીકશા અમીનશા દિવાન (રહે. ખાડી ફળિયા, ગોધરા) ને નજરે ચઢતા તે પણ ધોળીકૂવા ગામ પાસે ટ્રક મુકી ફરાર થઈ ગયો હતો. જયારે તેની સાથે ટ્રકમાં સવાર એક લૂંટારૂ પોલીસની બીકે ચાલુ ટ્રકમાં છલાંગ લગાવી ફરાર થઈ ગયો હતો. લૂંટ કેસની તપાસ એલસીબીને સોંપાતા પીએસઆઈ ચિરાગ ટંડેલે માન્ઝા કારમાંથી મળી આવેલા મોબાઈલ નંબરના આધારે તપાસ કરતા પાંચ લૂંટારૂઓ પૈકી રફીકશા દિવાનનો પત્તો મળતા તેની ધરપકડ કરી હતી. જયારે બાકીના ચાર ફરાર લૂંટારૂઓ અને ભૂતકાળમાં મોડસ ઓપરેન્ડીથી થયેલા લૂંટ અને અપહરણના બનાવોને ઉકેલવા માટે રફીકશાની પૂછપરછ જરૂરી હોવાથી પીએસઆઈ ટંડેલે લૂંટારૂ રફીકશાને રિમાન્ડઅર્થે કોર્ટમાં રજૂ કરતા તા.20 નવેમ્બર સુધીના ચાર દિવસના રિમાન્ડ મળ્યા છે.