• Gujarati News
  • ગણેશ મંડપ મુદ્દે અતુલમાં મોડી રાત્રે બે કોમના ટોળા સામસામે

ગણેશ મંડપ મુદ્દે અતુલમાં મોડી રાત્રે બે કોમના ટોળા સામસામે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના અતુલ ફસ્ર્ટ ગેટ ખાતે ઉમાકાંત મહાદેવ મંદિર વિસ્તારમાં જન્માષ્ટમી પર્વે મટકી ફોડવાના કાર્યક્રમ દરમિયાન બે સ્થાનિક એક કોમના કોમી એકતામાં કાંકરીચાળો કરવાનો પ્રયાસ કરતા રહીશોએ કલેકટર અને ડીએસપીને આવેદનપત્ર પાઠવતા રૂરલ પોલીસે ગુરૂવારે બંને શખસોની ધરપકડ કરી હતી. બાદમાં જામીન પર છૂટયા હતા. દરમિયાન ગણપતિ મંડપ બનાવવા સ્થળના મુદ્દે બે કોમ વરચે બોલાચાલી થતા કોમી તોફાન ફાટી નીકળે તેમ હતું . જે અંગેની જાણ પોલીસને થતા અધિકારીઓ સાથેનો કાફલો ધસી જતા તોફાન થતા રહી ગયું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વલસાડના અતુલ ફસ્ર્ટગેટ(પારનેરા) ખાતે ઉમાકાંત મહાદેવ મંદિર વિસ્તારમાં રહેતા રહીશોએ જન્માષ્ટમીના દિને દહી હંડીના કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ. જેમાં સલમાન જાફર પઠાણ તથા સલીમ મોહમંદ કાટાવાલા (બંને રહે.સેકન્ડ ગેટ,આશાકલી ચાલ, અતુલ)એ આવી મારામારી કરી કાર્યક્રમમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યોહતો, જોકે કોઇએ પોલીસને જાણ કરતા અતુલ પોલીસ ચોકીના કર્મચારીએ આવી પહોચી બંને યુવાનોને લઇ ગઇ હતી.જોકે કાર્યક્રમ પૂર્ણ થતા બંને યુવાનોને પોલીસે છોડી મૂકતા તેમણે મંદિર સંકુલમંા આવી ધમકી આપી હતી. જેથી રહીશોએ આ મામલે બુધવારે જિલ્લા કલેકટર અને ડીએસપીને રજૂઆત કરી હતી. જેને પગલે ગુરૂવારે રૂરલ પોલીસે સલમાન અને જાફરની ધરપકડ કરી કસ્ટડી ભેગા કરી દીધા હતા. બાદમાં બંને જામીન પર મુકત થયા હતા.
આ ઘટના દરમિયાન આગામી દિવસોમાં ગણેશ ચતુર્થી નજીક આવી રહી હોવાથી સ્થાનિક એક કોમના યુવાનો ગણેશજીના મંડપમાં તૈયારી કરી રાા હતા. આ સમયે નજીકમાં કેટલાક બીજી કોમના યુવાનો પણ આવી પહોંરયા હતા. જેઓ વરચે ગણપતિનો મંડપ થોડે દૂર બેસાડવાના મુદ્દે બોલાચાલી થતા માહોલ ગરમાયો હતો. જેને પગલે બે કોમ વરચે કોમી તોફાન ફાટી નીકળે તેવી શકયતા હોવાથી કોઈકે પોલીસને જાણ કરતા સૌ પ્રથમ જમાદાર બાબુભાઈ નગીન આવી પહોંરયા હતા. પરંતુ બાદમાં સ્થિતી સ્ફોટક બને તેમ હોવાથી બાદમાં ડીવાયએસપી અજય ગખ્ખર અને પીએસઆઈ એ.કે.પટેલ પણ કાફલા સાથે ધસી ગયા હતા. અતુલ વિસ્તારમાં લોકોના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ લોકોને ઘરની બહાર નીકળતા અટકાવી દેવામાં આવ્યા હતા.
એક કોમના લોકોને પણ આગળ વધતા અટકાવી પરત રવાના કરી દેતા હાલમાં તો સ્થિતી થાળે પડી છે. પરંતુ આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ આવી રાો છે ત્યારે આ વિસ્તારમાં કોમી દંગલ ફાટી ન નીકળે તે માટે પોલીસે વિશેષ તકેદારી રાખવી