• Gujarati News
  • વલસાડ નગરપાલિકાનાં હંગામી કર્મીઓના અિલ્ટમેટમને બે દિવસ બાકી તો વલસાડમાં સફાઈ પાણી ઠપ

વલસાડ નગરપાલિકાનાં હંગામી કર્મીઓના અિલ્ટમેટમને બે દિવસ બાકી તો વલસાડમાં સફાઈ-પાણી ઠપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ પાલિકાનાં હંગામી અને રોજમદાર કર્મચારીઓ દ્વારા ૨૫ ઓગષ્ટે અચોક્કસ મુદ્દતની હડતાળનાં અિલ્ટમેટમ મામલે હજી ધમ્મરવલોણું સર્જાયું છે. પાલિકાનાં વોટર સપ્લાય, ડ્રેનેજ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન સહિતનાં ખાતાઓમાં ફરજ બજાવતાં આ કર્મચારીઓએ પાલિકા સત્તાધીશો સાથે અઠવાડિયા અગાઉ વાટાઘાટ કર્યા બાદ હજીય હડતાળ મુદ્દે વળતો જવાબ નહીં આપતાં હડતાળની તલવાર લટકી રહી છે. જો આ મામલે નિરાકરણ નહીં આવે તો શહેરની આવશ્યક સેવાઓ ખોરવાઇ જવાનાં એંધાણ વર્તાઇ રાાં છે.
વલસાડ પાલિકાનાં હંગામી અને રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા, ખાલી જગ્યા ઉપર ભરતી,બોનસની બાકી ચૂકવણી, છઠ્ઠા પગાર પંચનો હપ્તો ચૂકવવા, કર્મચારીઓ માટે રહેઠાણનાં પ્લોટ ફાળવણી, અને ઉરચતર પગાર પંચનો બીજો હપ્તો ચૂકવવા સહિતનાં મુદ્દે ૨૫ ઓગષ્ટે અચોકકસ મુદ્દત હડતાળની ચીમકી ૭ ઓગષ્ટે લેખિતમાં આપવામાં આવી હતી. આ મામલે ૧૪ ઓગષ્ટનાં રોજ કર્મચારીઓ અને પાલિકા સીઓ જે.યુ. વસાવા અને પ્રમુખ સોનલ સોલંકી સાથે વાટાઘાટ થઇ હતી. જેમાં નીતિ વિષયક નિર્ણયો સરકાર સમ ા રજૂ કરી પાલિકાનાં કાર્ય ોત્રમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ કરવાની ખાત્રી કર્મચારીઓને અપાઇ હતી. જો કે કર્મીઓએ આ મુદ્દે મનોમંથન કરીને જવાબ આપવા વહીવટકર્તાઓને જણાવ્યું હતું. પરંતું ૨૫ ઓગષ્ટ વરચે માત્ર ૩ દિવસ બાકી રાાં હોવાથી પાલિકા સત્તાધીશોનું ટેન્શન વઘ્યું છે. શુક્રવારે પાલિકા કચેરી ચાલૂ રહેશે ત્યારબાદ ચોથો શનિવાર અને રવિવાર આવે છે અને ત્યારબાદ સોમવારે ૨૫ ઓગષ્ટે હડતાળનું એલાન કરાયેલું છે.

કર્મચારીઓ પાલિકાએ આપેલી ખાત્રી સાથે સમંત ન થાય તો અચોકકસ મુદ્દતની હડતાળની તલવાર લટકી રહી છે. જેને લઇ વોટર સપ્લાય, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, ફાયર અને સાફસફાઇની કામગીરીને અસર પહોંચશે. જેનાં પગલે વલસાડનાં શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડશે.
સત્તામાં આવતા પ્રશ્નોનું નિરાકરણની ખાત્રી આપી
કર્મીઓ સાથે વાટાઘાટ થયાં બાદ હજી કોઇ જવાબ મળ્યો નથી. તેમનાં પડતર પ્રશ્નોને જોતાં કર્મચારીઓને કાયમી કરવા માટે સરકાર સમ ા દરખાસ્ત કરી છે. ઉપરાંત પ્લોટ ફાળવણી માટે કાર્યવાહી ચાલું છે. બોનસ આપવા માટે પણ કાર્યવાહી પૂર્ણ કરી દેવાઇ છે. ઉરચતર પગાર પંચ મામલે સરકારને રજૂઆત કરી નિર્ણય કરાશે. આ તમામ મા્મલે પાલિકા તરફથી થતી કાર્યવાહી કરાઇ છે ત્યારે હડતાળનાં નિર્ણયમાં ઔચિત્ય જણાતું નથી.’ જે.યુ. વસાવા, સીઓ