• Gujarati News
  • બીડીસીએ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ

બીડીસીએ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીડીસીએ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ
વલસાડ|વલસાડડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એસ.આર.દેસાઇ કપ અન્ડર-16 તથા ફિરોઝ કપ અન્ડર-19 અને ભુરાભાઇ દેસાઇ કપ સિનિયર ક્રિકેટ ટુર્નામેન્ટ2014-15 નું આયોજન કરવામાં આવ્યુ છે. દરેક ટુર્નામેન્ટ મર્યાદીત 40 ઓવરોની રહેશે. ઉપરોકત આંતરશાળા ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઇચ્છુક શાળાઓ તથા ટુર્નામેન્ટમાં ભાગ લેવા માંગતી શાળાઓ તથા ભુરાભાઇ દેસાઇ કપ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઇચ્છુક ટીમોએ એન્ટ્રી ફોર્મ ભરી 25 સપ્ટેમ્બર અગાઉ સરદાર પટેલ સ્ટેડિયમ-વલસાડ ખાતે પહોંચાડવાના રહેશે,તેમ બીડીસીએના મંત્રી કે.આર.દેસાઇએ જણાવ્યું હતું.