તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડનાં ગ્રામ્ય વિસ્તારોમાં નવા માર્ગો માટે ૮ કરોડની ગ્રાન્ટ મંજૂર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શહેરમાંથી પસાર થતાં મોરાભાગડા કોસંબા રોડનું ૧.૨૦ કરોડનાં ખર્ચે નવીનીકરણ કરાશે
- તાલુકાનાં કુલ નવ ગામોને ડામરનાં નવા માર્ગો મળશે


વલસાડ તાલુકાનાં નવ ગામોનાં મુખ્ય માર્ગોનાં નવીનીકરણ માટે રાજ્યનાં માર્ગ અને મકાન વિભાગે ૮ કરોડની માતબર ગ્રાન્ટ મંજૂર કરી છે. આ નવા પેકેજમાં સરકારે વલસાડ શહેરમાંથી પસાર થતાં કોસંબા સુધી જતાં માર્ગ માટે ૧.૨૦ કરોડની ગ્રાન્ટ ફાળવી છે.

તાલુકાનાં નવ ગામોમાં આરએન્ડબી હસ્તકનાં માર્ગોની હાલત અત્યંત ખખડી જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ચોમાસામાં ગ્રામ્ય વિસ્તારોમાં સમાવષ્ટિ માર્ગોનાં નવીનીકરણ માટે તાતી આવશ્યકતા ઊભી થતાં વલસાડનાં ધારાસભ્ય ભરતભાઇ પટેલે રાજ્યનાં માર્ગ અને મકાન ખાતા મંત્રી આનંદીબેન પટેલ સમક્ષ તાલુકાનાં નવ ગામોનાં મુખ્ય માર્ગો બનાવવા માટે રજૂઆત કરી હતી. આ મુદ્દે ધારાસભ્ય સાથે પરામર્શ કરી કયા માર્ગોની જરૂર છે તેનો અહેવાલ મંગાવી વિભાગ પાસે રિપોર્ટ મગાવાયો હતો.

આ રિપોર્ટનાં અભ્યાસ બાદ ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગે વહીવટી પ્રક્રિયા સંપન્ન કરી નવ ગામોમાં નવા માર્ગોનાં નિર્માણ માટે ૭.૮૯ કરોડની ગ્રાન્ટને મંજૂરી આપી છે. તાલુકાનાં આ માર્ગોની સમસ્યાનો ઉકેલ આવતાં ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. વલસાડ કોસંબાને મોરાભાગડા વાયા થઇને જોડતો રોડ સાઇડસોલડર્સ સાથે બનાવવામાં આવશે. તાલુકાનાં પૂર્વ પટ્ટ્ીનાં જુજવા, કાંજણહરિ,કાંપરિયા અને દુલસાડનો મુખ્ય માર્ગ બનાવવા માટે સરકારે પ.પપ કરોડની ગ્રાન્ટ ફાળવી છે. જેનાથી અંતરિયાળ વિસ્તારનાં લોકો માટે પડતી સમસ્યાનું નિરાકરણ આવશે.

- ચોમાસા બાદ કામગીરી શરૂ કરાશે

ધારાસભ્ય ભરતભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારનાં માર્ગ અને મકાન ખાતાનાં મંત્રી આનંદીબેન પટેલ સમક્ષ તાલુકાનાં નવ ગામોનાં મુખ્ય માર્ગોને નવો ઓપ આપવા મામલે રજૂઆત કરાઇ હતી. આ માર્ગોને ડામરનાં બનાવવા સાથે તેની સક્ષમ ગુણવત્તા ઉપર ભાર મૂકાયો હતો. પરિણામે માર્ગ અને મકાન વિભાગે લગભગ ૮ કરોડ જેટલી માતબર ગ્રાન્ટ ફાળવી છે.

- આ ગામોને જોડાશે

૨૪ કુંડી અને સરોણ ગામ
પપપ જુજવા,કાંજણહરિ, કાંપરીયા, દુલસાડ
૧૨૦ વલસાડ-ધોબીતળાવ, મોરાભાગડા, કોસંબા
૭૦ રોલા, વાંકડીથી હાઇવેને જોડતો માર્ગ