• Gujarati News
  • 8.96 Lakh Alcohol Catches In Dumper And Car At Pardi

ડમ્પર અને કારમાંથી રૂપિયા 8.96 લાખનો દારૂ ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પારડી પોલીસે મળેલી પૂર્વ બાતમી ના આધારે નેશનલ હાઇવે નં ૮ પર થી સુરત તરફ દારૂ ભરી ડમ્પરને વિશ્રામ હોટલ સામે રોકી તલાશી લેતા ડમ્પર માંથી ૮.૭૦લાખના દારૂ સાથે ચાલકની ધરપકડ કરી હતી. જયારે બગવાડા ટોલનાકાં પાસે થી પસાર થતી કાર માંથી ૨૬ હજારના દારૂ સાથે ચાલક સહિ‌ત ત્રણ ઇસમોની ધરપકડ કરી હતી.

પારડી નેશનલ હાઇવે નં. ૮ પર થી દમણથી ડમ્પર નં. જી જે. ૨૧.વી. ૩૦૪પમાં વિપુલ પ્રમાણમાં ઇંગ્લિશ બનાવટનો દારૂ નો જથ્થો ભરી સુરત તરફ્ જવાનો હોવાની બાતમીના આધારે પારડી પોલીસ મથકના સિનિયર પીએસઆઈ તી.જી .બામણીયા અને તેમની ટીમે રવિવાર વિશ્રામ હોટલ સામે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી નંબરની બ્લ્યુ કલરની ડમ્પર આવતાં નાકાં બાંધી કરી રોકી તલાસી લીધી હતી. ડમ્પરમાંથી વગર પાસ પરમીટનો બીયર વિશ્કીની દારૂની બોટલ નંગ ૧૩૧૦૪ જેની કિંમત ૮.૭૦૦૦૦ અને ડમ્પરની ૧૦.લાખ મળી કુલ્લે ૧૮.૭૧૦૦૦નો મુદ્દા માલ સાથે ડમ્પર ચાલક કમલેશ ચંદુ ઘાટા વારલી રહે. માંડવા વડદેવી તા. કપરાડા જિલ્લા વલસાડનાની પ્રોહિ‌બીશનના વિવિધ ગુના હેઠળ અટક કરી હતી. જેમાં રાકેશ ગમનભાઈ પટેલ રહે. નામધા સમશાન ફ્ળિયા અને દમણ થી દારૂ નો જથ્થો ભરાવનારને વોન્ટેડ જાહેર કરાયો હતો.

જયારે અન્ય એક કેસમાં નેશનલ હાઇવે સ્થિત બગવાડા ટોલનાકા પાસે પારડી પોલીસે પૂર્વ બાતમીના આધારે કાર નં. જી. જે. ૦૧. આર ૪૧૮૩ કારને નાકાં બંધી કરી રોકી તલાશતા કરી હતી. કાર માંથી વગર પાસ પરમીટનો દારૂની બોટલ નંગ ૨૮૮ જેની ૨૬૪૦૦ અને કારની પ૦૦૦૦ મળી કુલ્લે ૭૬૪૦૦નો મુદ્દા માલ કબ્જે કર્યો હતો. જયારે કારમાં સવાર અક્ષય પ્રકાશ પટેલ, સંદીપ પ્રકાશ પટેલ રહે. ચીવલ દાદરી ફ્ળિયા અને પ્રફુલ ધનસુખ મ્હેસુરીયાની પ્રોહિ‌બિશના વિવિધ ગુના હેઠળ ધરપકડ કરી પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હાલમાં પાતલીયા ચેકપોસ્ટ પરથી પારડી પોલીસે ચેકપોસ્ટ હટાવી લેતા દારૂની હેરાફેરી બેરોકટોક થઇ રહી છે. બૂટલેગરો બિન્દાસ દારૂની હેરાફેરી કરી રહ્યા છે. જેના પરિણામે પોલીસે બાતમીના આધારે વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. પાતલીયા ચેકપોસ્ટ પર પોલીસકર્મીઓની મુકવાની માગ ચારે તરફથી ઉઠી રહી છે.