તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરાઇ ફાટક નજીકથી ૭.પ લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દિવાળી નિમિત્તે સુરત તરફ દારૂ લઇ જવાતો હતો
- લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે વોચ ગોઠવી ચાલકને પકડી પાડયો


જિલ્લા એલસીબી પોલીસની ટીમે શનિવારે રાત્રે મળેલી બાતમીના આધારે દમણથી દારૂ ભરીને જઇ રહેલી ટ્રકને મોરાઇ ફાટક નજીકથી ઝડપી પાડી હતી. પોલીસે સાડા સાત લાખના દારૂ સાથે કુલ સાડ બાર લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી હતી. દિવાળીના તહેવારમાં દમણથી દારૂની સપ્લાય વધી જતી હોય છે. સંઘ પ્રદેશ દમણમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો લઇ જવાતો હોય છે, ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે શનિવારે રાત્રે મળેલી બાતમીના આધારે મોરાઇ રેલવે ફાટક નજીક વોચ રાખીને દમણથી દારૂ ભરીને આવી રહેલી ટ્રક (નં.જીજે-૧પ-એક્સ-પ૩૧૭)ને આંતરીને તપાસ કરતા તેમાંથી સાડા સાત લાખની કિંમતનો દમણ બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ટ્રકના ચાલક જયપ્રકાશ રામબ્રિજ ચૌહાણ રહે. ઓરવાડની ધરપકડ કરી હતી. એલસીબીએ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિ‌બિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અહીં નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી એલસીબીએ કોઈ ખાસ કામગીરી કરી નથી, પરંતુ દિવાળી ટાંણે મોટા જથ્થામાં દારૂ ઝડપી કામગીરી બતાવવાની શરૂઆત કરી છે. જે નવા વર્ષમાં પણ ચાલુ રાખે તેવી લોક માગ ઊઠી રહી છે.