યુપીએલનુ 50 લાખનુ ફોસ્ફરસ લઇ ડ્રાઇવર ગુમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અંકલેશ્વર જતા યુપીએલના ટ્રેલરમાંથી પ૦ લાખનું ફોસ્ફરસ ડ્રાઈવર જ વગે કરી ગયો
- ઝઘડિયાથી ખાલી ટ્રેલર મળી આવ્યું : વાપી ઉદ્યોગનગર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ
મુંબઇથી વાપીની યુપીએલ કંપનીમાં પ૦ લાખના ફોસ્ફરસ સાથે નીકળેલું આખેઆખું ટ્રેલર ક્યાંક ગાયબ થઇ જવાની ઘટનાએ ચકચાર જન્માવી હતી. આ ટ્રેલર વાપીની યુપીએલ કંપનીમાં ચેક થયા બાદ અકલેશ્વર તરફ જઇ રહ્યું હતું ત્યારે તેમના ચાલકે ગાયબ કરી દીધું હોવાની ફરિયાદ વાપી ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે. પોલીસે ટ્રાન્સપોર્ટરની ફરિયાદ લઇને ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરતા ઝઘડિયાના એકાંત વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ટ્રેલર મળી આવ્યું હતું. જો કે, ટ્રેલરમાંથી પ૦ લાખનો ફોસ્ફરસ ગાયબ હતો.

વાપી જીઆઇડીસીમાં આવેલી યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીની મુંબઇ યુનિટમાંથી થોડા દિવસ અગાઉ ટ્રાન્સપોર્ટ કંપનીનું ટ્રેલર નંબર એમએચ૦૪-ડીડી-૮૩૪૩ વાપીની યુપીએલ કંપનીમાં આવવા માટે નીકળ્યું હતું.આ ટ્રેલરમાં ૨૪ ટન ફોસ્ફરસનો જથ્થો જેની કિંમત રૂપિયા પ૦,૭૧,૪૦૦ની કિંમતનો થવા જાય છે. રાબેતા મુજબ મુંબઇથી આવતો આ જથ્થો વાપીની યુપીએલ કંપનીમાં ચેકિંગ માટે જતો હોય છે. ૨૧ મી મે ના રોજ વાપીની યુપીએલ કંપનીમાંથી નીકળેલું આ ટ્રેલર અકલેશ્વરની કંપનીમાં પહોંચ્યું ન હતું. આ ઉપરાંત ટ્રેલરના ચાલકનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવતો હતો. આટલું મોટું ટ્રેલર આખરે ક્યા ગયું તે અંગે કંપની સંચાલકો દ્વારા અનેક તપાસ હાથ ધરવામાં આવી હતી.
આગળ વાંચો, ઝગડીયાનાં વનવગડામાંથી ટ્રેલર મળી આવ્યુ ......